ગટર સફાઇ દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીઓને લઇ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

Contact News Publisher

દેશમાં ગટરની સફાઈ દરમિયાન મૃત્યુની ઘટનાઓને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે સરકારી અધિકારીઓએ મૃત્યુ પામેલા લોકોના પરિવારને 30 લાખ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ અને અરવિંદ કુમારની બેન્ચે જણાવ્યું હતું કે ગટર સાફ કરતી વખતે કાયમી અપંગતાનો ભોગ બનેલા લોકોને લઘુત્તમ વળતર તરીકે રૂ. 20 લાખ ચૂકવવામાં આવશે. “કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથા સંપૂર્ણપણે દૂર કરવામાં આવે.