ગુજરાત હાઈકોર્ટે રખડતાં ઢોર મુદ્દે AMC અને પોલીસના અધિકારીઓને લગાવી ફટકાર

Contact News Publisher

ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા અને રખડતાં ઢોરને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છેલ્લી તક આપી છે. જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, સ્થિતિ સુધારવા અમે એક સપ્તાહનો સમય આપીએ છીએ. સમગ્ર મામલે હાઈકોર્ટમાં આગામી સુનાવણી 7 નવેમ્બરે હાથ ધરાશે.