વેવાઈ-વેવાણ પ્રેમમાં પડ્યા અને ભાગ્યા! સમાજ વચ્ચે આવતાં કરી નાંખ્યો મોટો કાંડ

Contact News Publisher

યુપીના હરદોઈમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં વેવાઈને તેમની વેવાણ સાથે પ્રેમ થયો હતો. બંને વચ્ચે પ્રેમ એટલો ઊંડો હતો કે સાથે રહી ન શક્યા તો મોતને વ્હાલું કરી લીધું. વેવાઈ અને વેવાણે એક સાથે રહી નહીં શકે એમ લાગતાં ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.હકીકતમાં, પિહાની કોતવાલીના જહાનીખેડા ચોકી હેઠળના પીહાની મોડ ઓવર બ્રિજ પાસે એક આધેડ પ્રેમી યુગલે સીતાપુર અને શાહજહાંપુર પેસેન્જર ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી. મૃતક પુરૂષ અને મહિલા બંને વચ્ચે વેવાઈ-વેવાણના સંબંધો હતા. કહેવામાં આવ્યું કે સામાજિક શરમના કારણે બંનેએ મોતનો માર્ગ પસંદ કર્યો.