સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે હાઇકોર્ટ નારાજ,અસામાજિક તત્વોના કારણે હજારો યુવાનો થાય છે હેરાન

Contact News Publisher

રાજ્યમાં વિવિધ સરકારી પરીક્ષાઓમાં થતી ગેરરીતિ અને ચુકને લઈ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ ગેરરીતિના આરોપીઓને જામીન આપવા બાબતે અને અન્ય કેટલીક ટકોર પણ કરી છે. સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, સરકારી પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની ચૂક ચાલાવી લેવાય નહી અને લાખો યુવાનો દિવસ-રાત એક કરીને પરીક્ષાની તૈયારી કરતા હોય છે

હાઈકોર્ટે જણાવ્યું કે, કેટલાક અસામાજીક તત્વોને કારણે હજારો યુવાનોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. 2014માં લેવાયેલ ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મુદ્દે ચાલી રહેલા કેસ મામલે હાઇકોર્ટની આકરી ટકોર સામે આવી છે. કેસમાં સંડોવાયેલા અને 8 વર્ષથી ફરાર આરોપીના આગોતરા જામીન સમયે કોર્ટે ટકોર કરી છે. અત્રે જણાવીએ કે, સંબધિત કેસમાં કોર્ટે જામીન આપવાથી ઇન્કાર કર્યો છે.

જયારે કોઈ વિદ્યાર્થી કે વ્યકિત સ્પર્ધાત્મક પરીક્ષા આપે ત્યારે તે કંઈ કેટલાય સપના જોઈ લેતો હોય છે. સારી સારી સરકારી નોકરીઓની કલ્પના કરી લેતો હોય છે પરંતુ એજ સપના ત્યારે ચકનાચૂર થાય જયારે ષડયંત્રકારોની ચાલાકીના લીધે પેપર ફૂટી જાય અને પરીક્ષા રદ થઈ જાય છે. પછી તો સ્વભાવિક છે કે ફરી પરીક્ષા લેવાય એમા પછી કોઈ કારણોસર ભરતીપ્રક્રિયા અટકે અને એવી અનેક સરકારી વાતોની વચ્ચે કોઈ ઉજજવળ ભવિષ્યનો ઉદય થતા પહેલા જ અસ્ત થઈ જાય છે

3 thoughts on “સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે હાઇકોર્ટ નારાજ,અસામાજિક તત્વોના કારણે હજારો યુવાનો થાય છે હેરાન

  1. Pingback: calm music
  2. Pingback: piano jazz music

Comments are closed.