સુરત ઈકો સેલે આધારકાર્ડનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું, કૌભાંડના માસ્ટર માઈન્ડની ધરપકડ કરાઈ

Contact News Publisher

ઓનલાઇન માધ્યમથી બોગસ પાનકાર્ડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરનું વેચાણ કરનાર સાયબર ક્રાઇમના માસ્ટર આરોપીને આસામના કરીમગંજ ખાતેથી તથા અન્ય એક આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ઇકો સેલ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી દેશમાં ફેલાયેલા બોગસ ડોક્યુમેન્ટના કારોબાર પર રોક લગાવવા માટે મહત્વની કામગીરી કરવામાં આવી છે.

સુરત પોલીસને વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. ઇકો સેલની ટીમે આધાર કાર્ડ કૌભાંડના માસ્ટર માઈન્ડને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતમાં ખોટા આઈ ડી. પ્રૂફ રજૂ કરીને લોન મેળવામાં આવી હતી જે મામલે આગાઉ 10આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારે આધાર કાર્ડ કૌભાંડ મામલે સુરત પોલીસને વધુ 2 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. બનાવટી આધારકા્ડ અને ચૂંટણી કાર્ડ નકલી બનાવીને આરોપીઓ કૌભાંડ ચલાવતા હતા તેમજ બોગસ જીએસટી નંબર મેળવવા માટે બોગસ ડોયક્યુંમેન્ટ બનાવતા હતા.

સુરત પોલીસે ગંભીરતા જોઈને તપાસ તેજ કરી હતી. ત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરતા અન્ય ઇસમોની સંડોવણી સામે આવી હતી. અગાઉ પકડાયેલ આરોપી પ્રિન્સ હેમંત પ્રાસાદની પૂછપરછ કરતા વેબ સાઇટ  અને અને પોર્ટલ પર બોગસ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બનાવ્યા હોવાની વાત તપાસમાં સામે આવી હતી.

ahk વેબ સોલ્યુશન નામની સાઇટ પર બોગસ ડોક્યુમેન્ટ બનાવતા હતા. ત્યારે આ મામલે સુરત પોલીસ દ્વારા બોગસ આધાર કાર્ડ સહિતના બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર માસ્ટર માઈન્ડ આરોપી અમીરું હબ ખાનની ધરપકડ કરાઈ છે. ત્યારે આ બાબતે તપાસ કરતા અન્ય એક ઇસમ જે બેંગ્લોરમાં રહે છે જેનું નામ પૃથ્વીરાજ સાગર છે આ ઇસમ પણ ટેકનિકલ બાબતે સપોર્ટ કરતો હોવાનું સામે આવ્યું હતું. જેથી તેની પણ સંડોવણી પણ સામે આપતા અન્ય એક આરોપી ની પણ ધરપકડ કરાઈ છે.

મહત્વની વાત એ છે બોગસ આધાર ચૂંટણી કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ માત્ર રૂપિયા 15 અને 25 અને 50 રૂપિયાના બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. મોટા ભાગે જે ગેંગે ખોટા ડોક્યુમેન્ટ. રજૂ કરીને બેંકમાં લાખો રૂપિયાની લોન લેતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ મામલે સુરત પોલીસ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી રહી છે. સુરત ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું આધાર કાર્ડ કૌભાંડ. પકડાયેલા આરોપી દ્વારા આસામ નીલમ બજારમાંથી રેકેટ ચાલતું હતું અને જે બાંગ્લાદેશથી 20 કિલો મીટર દૂર છે. આરોપી AHK વેબ સોલ્યુશન નામની સાઈટ ચલાવતો હતો.