જામનગરમાં અંધાધૂંધ સ્પીડમાં જતી BMWએ દંપતીને લીધા અડફેટે, પતિનું મોત, પત્નીની હાલત ગંભીર

Contact News Publisher

જામનગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે દોડતી એક BMWના કાર ચાલકે દંપતીને અડફેટમાં લેતા પતિનું મોત નિપજ્યું છે જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે.

ગુજરાતમાં હિટ એન્ડ રનની વધતી ઘટનાઓને જોતા લાગી રહ્યું છે કે આવાં બેફામ નબીરાઓ પર તંત્રની કોઇ લગામ જ નથી. કારણ કે હજુ તો અમદાવાદના તથ્ય પટેલની ઘટના શમી નથી ત્યાં તો વધુ એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં એક BMW કાર ચાલકે બાઇકસવાર દંપતીને હવામાં ફંગોળતા પતિનું મોત નિપજ્યું છે જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ત્યારે આવાં બેફામ કાર ચાલકો પર પોલીસ ક્યારે લગામ લગાવશે?સમગ્ર ઘટના જણાવીએ કે, જામનગરમાં વધુ એક બેફામ નબીરાએ BMW કારથી દંપતીને ફંગોળતા પતિ દેવરાજ મકવાણાનું મોત નિપજ્યું છે. જ્યારે
પત્ની અનિતાબેન મકવાણાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. જોકે માથામાં ગંભીર ઇજાના પગલે પત્નીની સ્થિતિ ગંભીર છે. GJ 10 DN 0007 નંબરની BMW કારના કાર ચાલકે દંપતીને હડફેટમાં લીધા હતા. હાલમાં આ અકસ્માતના પગલે પોલીસે બેફામ કાર ચાલકની અટકાયત પણ કરી લીધી છે. કાર ચલાવનાર બેફામ કાર ચાલકનું નામ છે ગુલમામદ જુમાભાઇ સાટી.

 

Exclusive News