12 વર્ષથી સફાઈની કામગીરી કરતા મહિલાને છૂટા કરાતા ઝેરી દવા ગટગટાવી

Contact News Publisher

મહુવા: મહુવા નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને છૂટા કરી દેવાતા વિરોધ થઈ રહ્યો છે. જેમાં ૧૨ વર્ષથી સફાઈની કામગીરી કરતા મહિલાને છૂટા કરાતા તેમણે ઝેરી દવા પી લેતા સારવારમાં મહુવા દવાખાને ખસેડવામાં આવેલ છે.મહુવા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈ કર્મચારીઓને અચાનક સફાઈનો કોન્ટ્રાક્ટ રદ કરીને ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવાતા નગરપાલિકાના જુના સફાઈ કર્મચારીઓને મોકૂફ કરી દેતા ભારે હોબાળો મચ્યો હતો. જેને લઈને સફાઈ કર્મચારીઓ દ્વારા નગરપાલિકામાં જઈને ભારે વિરોધ દર્શાવ્યો હતો ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી હતી. છેલ્લા બાર વર્ષથી વધુ આ સફાઈ કર્મચારીઓ મહુવા નગરપાલિકામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે અચાનક સફાઈ કામગીરી ખાનગી કંપનીને સોંપી દેતા સફાઈ કામદારો દ્વારા છેલ્લા ચાર દિવસથી પર આંદોલન પર ઉતર્યા છે અને મહુવાના જાહેર માર્ગો પર રેલી કાઢીને પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.

દરમિયાનમાં, છેલ્લા બાર વર્ષથી નગરપાલિકામાં સફાઈ કામગીરી સાથે જોડાયેલ કર્મચારીઓને અચાનક છૂટા કરી દેતા તેમની રોજી રોટી છીનવાઈ ગઈ છે ત્યારે ગીતાબેન રાજાભાઈ મહીડા (ઉં.વ. ૪૦)એ ઝેરી દવા ગટગટાવી જતા તેમને ૧૦૮ દ્વારા સારવાર માટે મહુવા હોસ્પિટલ ખાતે ખસેડાયેલ છે.