સૌરાષ્ટ્રના આ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો, ખેડૂતોમાં વધી ચિંતા: જાણો ક્યાં ક્યાં છે માવઠાની આગાહી

Contact News Publisher

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે વિવિધ વિસ્તારોમા હવામાનમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટના હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે.

ગીર સોમનાથના દરિયાપટ્ટીના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉનામાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે.જો કે, આ કમોસમી વરસાદની પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. બીજી તરફ કમોસમી મુસીબતની આગાહીને લઈ પાક નુકસાનની ભિંતી સેવાઈ રહી છે.

આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અત્રે જણાવીએ કે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, કચ્છ, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરાઈ છે