ગિરનાર પર્વત પર હજારો ભક્તો હેરાન-પરેશાન: એક તો ઠંડી, ઉપરથી વરસાદ, રોપ-વે પણ બંધ, હજુ ત્રણ લાખ લોકો કરી રહ્યા છે પરિક્રમા

Contact News Publisher

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. આ તરફ ગિરનારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગિરનાર પર્વત પર ભારે વરસાદને કારણે હજારો યાત્રીઓ ત્યાં ફસાઈ ગયા છે. મહત્વનું છે કે, લીલી પરિક્રમા પૂર્ણ કર્યા બાદ યાત્રિકો ગિરનાર પર્વત પર ચડે છે. જોકે અચાનક મોસમ બદલાતા ભારે વરસાદને કારણે અનેક યાત્રિકો અહીં ફસાઈ ગયા છે. આ તરફ ગિરનાર રોપ વે પણ બંધ હોવાથી યાત્રિકોને નીચે આવવામાં પણ તકલીફ પડી રહી છે.

જુનાગઢમાં હવામાનની આગાહી મુજબ વરસાદ શરૂ થયો છે. ગિરનાર પર ભારે વરસાદથી હજારો યાત્રીઓ ફસાયા છે. અચાનક મોસમ એ લીધેલ બદલાવના કારણે યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વનું છે કે, હજુ ગિરનાર પરીક્રમા ચાલુ હોવાથી અનેક યાત્રિકો ગિરનાર પર વરસાદને કારણેમુશ્કેલીમાં મુકાયા છે. આ તરફ વરસાદથી બચવા કોઈ સુવિધા ન હોઇ યાત્રિકો મંદિરોમાં આશરો લઇ રહ્યા છે.

આ તરફ ગિરનાર પર્વત વિસ્તારમાં ઠંડી સાથે વરસાદથી યાત્રિકોની મજા બગડી છે. આ તરફ ગિરનાર રોપ વે પણ બંધ હોય યાત્રિકોને નીચે આવવામાં પણ તકલીફ પડી રહી છે. વૃદ્ધો અને નાના બાળકો પણ સાથે હોવાથી યાત્રિકો ચિંતામાં મુકાયા છે. મહત્વનું છે કે, પોલીસ જવાન પણ રોપ વે ચાલુ ન હોવાથી ફરજ પર પહોંચી શક્યા નહોતા.