નવસારીના નિવૃત PSIનું અમેરિકાના ન્યૂજર્સીમાં મર્ડર, પત્ની અને પુત્રને પતાવી દીધા, દોહિત્રએ ખેલ્યો ખૂની ખેલ

Contact News Publisher

નવસારી જિલ્લાના રહેવાસીની અમેરિકામાં હત્યા થયના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં આજે વહેલી સવારે નવસારીના બિલોમોરાના રહેવાસી પરિવારની હત્યા થઇ છે. ખાસ વાત છે કે, પરિવાર છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો હતો અને ત્યાં છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ઝઘડા ચાલી રહ્યાં હતા. આ ઝઘડામાં આજે નિવૃત પીએસઆઇ, તેમના પત્ની અને તેમના દીકરાની તેમના જ દોહિત્રએ હત્યા કરી દીધી હતી. હાલ હત્યારા દોહિત્રની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી લીધી છે.