કલોલમાં ઘરમાં CCTV કેમેરાથી વહુની જાસૂસી, પતિ-સાસુ-સસરા જોવા લાગ્યાં મોબાઈલમાં, કેમ આવું કર્યું?

Contact News Publisher

અમદાવાદના અસારવાની મહિલાને બીજા લગ્ન કરવા ખૂબ ભારે પડ્યાં. મહિલાએ કલોલ પોલીસમાં ફરીયાદ લખાવી છે કે તેના પતિએ તેની પર નજર રાખવા માટે ઘરમાં ચાર સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યાં હતા અને તેની દરેક હરકત પર નજર રાખતો હતો અને તે મોબાઈલમાં તેનું લાઈવ ફીડિંગ પણ જોતો હતો. મહિલાએ કહ્યું કે જ્યારે તેણીએ સીસીટીવી કેમેરાનો વિરોધ કર્યો ત્યારે પતિએ તેના પર હુમલો કર્યો અને પોતાની પાંચ વર્ષની પુત્રી સાથે તેની છોડી દીધી હતી.