કપડાં કાઢીને ફોટોગ્રાફ મોકલ નહીં તો ખાનગી ચેટ તારા પતિને મોકલીશ, અમદાવાદની પરિણીતા ભરાઈ

Contact News Publisher

સોશિયલ મીડિયાના જમાનામાં તેમ મળો કે ના મળો પણ ઓનલાઈન તો મળી જાઓ જ છો. પહેલાં એકબીજાને વાત કરવાના પણ ફાંફા પડતા હતા. સોશિયલ મીડિયાનો દિવસેને દિવસે દુરોપયોગ વધી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાતચીત સમયે કેટલું ધ્યાન રાખવું એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તમારી દરેક વાતચીત સેવ થવાની સાથે સ્ક્રીન શોર્ટ રહે છે. તમને એમ કે તમે એ ભૂલી જશો પણ સામેવાળો તમને ભૂલવા દેશે નહી. આવો જ એક કિસ્સો અમદાવાદની પરીણિતા સાથે બન્યો છે. જે હવે પોલીસ સ્ટેશને પહોંચી છે. આ પ્રકરણમાં અમે જાણી જોઈને નામને ટાળી દીધા છે. અમદાવાદમાં ઘાટલોડિયામાં રહેતી 28 વર્ષની એક પરિણીતા મૂળ પેટલાદની છે.

પરિણીતાએ અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, હું મારા પરિવાર સાથે છેલ્લા સાત વર્ષથી ભાડાના મકાનમાં રહું છું અને હું ગૃહિણી છું. મારા પતિ સતાધાર ચાર રસ્તા ખાતે આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. અને હું સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામનો છેલ્લા સાત વર્ષથી ઉપયોગ કરું છું.