વડોદરામાં નબીરાને બચાવવા ભાજપ કોર્પોરેટરે પોલીસસ્ટેશને જઈ વગનો કર્યો દુરુપયોગ, નશામાં ધૂત યુવકે કારથી પાંચ લોકોને લીધા હતા અડફેટે

Contact News Publisher

વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં નશામાં ધૂત એક યુવકે પોતાની કાર બેફામ હંકારી 5 લોકોને અડફેટે લીધા હતા. જે બાદમાં લોકોએ આ યુવકને ઝડપી પોલીસને સોંપ્યો હતો. જોકે આ નબીરાને બચાવવા ભાજપના કોર્પોરેટરે પોલીસ સ્ટેશન પહોંચી વગનો દુરુપયોગ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે પોલીસે આરોપીને પકડી કાર જમા લીધી હોવાનું સામે આવ્યું છે.

વડોદરામાં નશામાં ધૂત કારચાલકે બેફામ કાર હંકારી અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ વડોદરાના વાસણા રોડ પર મૌલિક પ્રજાપતિ નામના યુવકે નશાની હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરી પોતાની કારથી 4 જેટલા વાહનોને અડફેટે લેતા 5 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બાદમાં સ્થાનિકોએ મૌલિકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. આ તરફ આરોપી મૌલિક પ્રજાપતિને છોડાવવા રાજકીય નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

વાસણા રોડ પર અકસ્માતની ઘટના બાદ ભાજપ કોર્પોરેટર બંદીશ શાહ સહિતના ભાજપ આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જે બાદમાં નશામાં ધૂત કારચાલક સામે રાજકીય દબાણવશ પોલીસે કાર્યવાહી ન કર્યાની ચર્ચા થઈ રહી છે. જોકે જે પી રોડ પોલીસે આરોપી મૌલિક પ્રજાપતિને પકડી કાર જમા લીધી અને આગળની કાર્યવાહી કરી છે.