કોઈ પણ એડવોકેટ આરોપીનો કેસ નહીં લડે, વડોદરા બોટ ટ્રેજેડીને લઇ વકીલ મંડળનો મોટો નિર્ણય

Contact News Publisher

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે વડોદરાના વકીલ મંડળએ મહત્વનો નિર્ણય લીધો છે. અત્રે જણાવીએ કે,  કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહી લડે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

વકીલ મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી
હરણી તળાવમાં 17 જેટલા લોકોના મૃત્યું થયા છે. આ ગોઝારી દૂર્ઘટનાના પગલે વકીલ મંડળે સરાહનીય નિર્ણય કર્યો છે. વડોદરામાં આરોપી તરફી એક પણ વકીલ કેસ નહી લડે તેવો એકાત દર્શી નિર્ણય લેવાયો છે

ઘટના હૈયુ હચમાચાવી દે તેવી
ગઈકાલથી દરેક જગ્યા પર વડોદરામાં સર્જાયેલી હોનારતની જ ચર્ચા થઈ રહી છે. કારણ કે આ ઘટના હૈયુ હચમાચાવી દે તેવી છે. જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ હોનારતમાં 17 માસુમો મોતને ભેટ્યા છે. જોકે હવે આ કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યાં છે.

સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી!
હરણી લેકમાં બોટિંગ સેવાની યોગ્ય સમારકામ પણ ન કરાયાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, બોટિંગ દરમિયાન બોયા, રિંગ, દોરડા જેવા કોઇ પણ સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી. સામાન્ય કહી શકાય તેવા સેફ્ટી સાધનો અને પ્રોટોકોલની પણ દરકાર ન લેવાતાં આખરે ભુલકાઓએ આની કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે.

આરોપીના બદલે ફરીયાદી ?
કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે જણાવીએ કે, રાજેશ ચૌહાણે યોગ્ય તપાસ ન કરતાં કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી છે. જ્યારે આરોપી બનાવવાને બદલે કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણને જ ફરિયાદી બનાવી દેવાતા પણ અનેક વેધક સવાલો ઉભા થઈ રહ્યાં છે.