પોલીસ જાપ્તામાંથી ફરાર નકલી CMO ઓફિસરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો મિઝોરમ બોર્ડરેથી, દુષ્કર્મ કેસમાં હતો આરોપી

Contact News Publisher

 નકલી CMO ઓફિસર વિરાજ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, 10 નવેમ્બરે  પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ નકલી CMO ઓફિસર વિરાજ પટેલ ફરી એકવાર વડોદરા પોલીસના સંકજામાં આવ્યો છે. નોંધનિય છે કે, વિરાજ પટેલે મુંબઈની મોડલ સાથે ઓફિસરની ખોટી ઓળખ આપી દુષ્કર્મ આચર્યુ હતું. આ તરફ અગાઉ કોર્ટમાં રજૂ કરતાં દરમિયાન આરોપી વિરાજ પટેલ ફરાર થઈ ગયા બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને PCB પોલીસે વિરાજ પટેલને પકડી પાડ્યો છે.

ગુજરાતમાં ચકચાર મચાવનાર નકલી CMO ઓફિસર વિરાજ પટેલના કેસમાં મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ 10 નવેમ્બરે આરોપી વિરાજ પટેલ સહિત અન્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ આરોપી વિરાજ ભાગી ગયો હતો. જે બાદમાં વડોદરા પોલીસ તેને શોધવા કામે લાગી હતી. જેમાં ખાસ કરીને આરોપીને જેલમાં મળવા આવનાર, જેલમાં બેરેકમાં રહેલા આરોપીઓની પૂછપરછ કરાઈ હતી. આ દરમિયાન હવે આસામ-મિઝોરમ બોર્ડર પરથી આરોપી વિરાજ પટેલને પોલીસે દબોચી લીધો હતો.