GPSCની ચાર પ્રિલિમ પરીક્ષાઓ મોકૂફ: વહીવટી કારણોસર લેવાયો નિર્ણય, આગામી સમયમાં જાહેર કરાશે નવી તારીખ

Contact News Publisher

GPSCની આગામી સમયે યોજાનાર પ્રિલિમ પરીક્ષાઓને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, GPSCની ચાર પ્રિલિમ પરીક્ષા મોકુફ રખાઇ છે. આ પરીક્ષાઓ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનાર હતી. જોકે હવે વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ રખાઈ છે. આ સાથે હવે  GPSC દ્વારા આગામી દિવસોએ નવી તારીખ જાહેર કરશે.