ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે કહ્યું કે, તમામ પરીક્ષાઓ પેપરલેસ થતાં પરીક્ષા ખર્ચ વધશે પણ સમયનો બચાવ થશે, પરીક્ષાનું પરિણામ ઝડપથી જાહેર કરી શકાશે

Contact News Publisher

ગૌણ સેવા પસંદગી મંડળનો પરીક્ષાને લઇ મોટો નિર્ણય કરાયો છે. જે મુજબ હવે ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ પેપરલેસ બનશે. આ તરફ હવે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. હસમુખ પટેલે કહ્યું કે, આગામી ફોરેસ્ટ વિભાગની બીટ ગાર્ડની પરીક્ષા પણ કમ્પ્યુટર આધારિત જ લેવાશે. આ સાથે તેમણે કહ્યું કે, વિષયના જ્ઞાન આધારિત પરીક્ષા લેવા મંડળ દ્વારા નિર્ણય કરાયો છે.

GSSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેપરલીક જેવી ઘટનાઓને રોકવા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ હવે પછીની તમામ પરીક્ષાઓ પેપરલેસ બનશે. જેને લઈ ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે કહ્યું કે, મંડળે કમ્પ્યુટર આધારિત પરીક્ષાની વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય જાર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, પરીક્ષા ખર્ચ વધશે પણ સમયનો બચાવ થશે. કોમ્પ્યુટર પરીક્ષા માટે સંસ્થા નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયથી પરીક્ષામાં થતી ગેરરીતિ નિયંત્રિત કરી શકાશે અને પરીક્ષાનું પરિણામ ઝડપથી જાહેર કરી શકાશે.