અમદાવાદમાં ગઢડા SP સ્વામીએ ગાડી ઠોકી, બનાસકાંઠામાં બાઈક સ્લીપ થતા બેના મોત, આજે કુલ અકસ્માતની 6 ઘટનાઓ

Contact News Publisher

બનાસકાંઠાનાં થરા-રાધનપુર નેશનલ હાઈવે પર મોડી રાત્રે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. ઉણ ગામનાં પાટીયા નજીક બે શ્રમિકો બાઈક લઈને જતા હતા.ત્યારે બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું. એક વ્યક્તિનું ઘટનાં સ્થળે તો એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. એક મૃતક ભીલડી અને એક મૃતક રાધનપુરનો હોવાનું સામે આવ્યું હતું. મૃતકોનાં મૃતદેહને થરા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયા હતા. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દર્શન કરીને પરત આવી રહેલ બાળકનો થયો અકસ્માત
સુરતનાં ડિંડોલીમાં બેફામ ડમ્પરે બાળકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં 5 વર્ષનાં બાળકનો હાથ કપાયો હતો. મંદિરેથી દર્શન કરીને બાળક પરત આવતો હતો. તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. શહેરનાં રસ્તાઓ પર બેરોકટોક દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરવા રહીશોની માંગ છે.

બે કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત
સુરતમાં કામરેજ નજીક બે કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કન્ટેનરનાં ક્લીનરનું મોત થયું હતું. ગાઢ ધુમ્મસ હોવાથી કન્ટેનર પાછળથી બીજું કન્ટેનર અથડાયું હતું. કન્ટેનરમાં પંચર પડ્યું હોવાથી હાઈવે પર ઊભું હતું. ત્યારે અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જીલ્લા ટ્રાફિક પોલીસે ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.