ઘડિયાળ ચોરીની શંકાએ અર્ઘનગ્ન કર્યો, પછી કર્યો ઝાપટનો વરસાદ, સુરતના કિશોરને મહારાષ્ટ્રમાં મળી તાલિબાની સજા

Contact News Publisher

સુરતમાંથી તાલિબાની સજાનો એક વીડિયો હાલ સામે આવ્યો છે.. જેમાં એક યુવકને બેરહેમીથી માર મારવામાં આવે છે. અને તે પણ માત્ર ઘડિયાળ ચોરીના આરોપમાં. મળી અમાનવીય સજા.

ઘડિયાળ ચોરીની શંકામાં સુરતના કિશોરને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સુરતના મદરેસામાં ઢોર માર મારવામાં આવ્યો.. કિશોર બૂમ-બરાડા પાડી રહ્યો હતો. પરંતુ કોઈને તેના પર દયા ન આવી. ઘટના સૂરતના ભેસ્તાર વિસ્તારમાં રહેતા 16 વર્ષીય તરુણને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા અર્ધનગ્ન કરીને ચોરીની આશંકામાં તાલિબાની સજા આપવામાં આવી.

બાળક પર અન્ય વિદ્યાર્થીઓ થૂંકી રહ્યા છે અને એક બાદ એક તેને થપ્પડો મારવામાં આવી રહી છે. આ કૃત્ય થયું હતું મોલવીના આદેશથી. જોકે કોઈ વિદ્યાર્થીએ છૂપી રીતે વીડિયો બનાવી તરુણના પરિવારને મોકલતા હવે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

Exclusive News