ગુજરાત યુનિ.ની બબાલને જોતા VNSGUના સત્તાધીશો હરકતમાં, વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો મોટો નિર્ણય

Contact News Publisher

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના નમાજના મામલે થયેલા વિવાદ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો પણ હરકતમાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સમાં હાલ 53 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકી બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લગભગ 40 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તમામ વિદ્યાર્થીઓની સલામતી માટે પોલીસે ખાનગી કપડામાં પેટ્રોલિંગની વ્યવસ્થા ગોઠવી છે. બીજી તરફ યુનિવર્સિટીના સત્તાધીશોએ એક વોટ્સએપ ગ્રુપ બનાવીને કોઈ મુશ્કેલી હોય તેની જાણકારી આપવા માટેની વિદ્યાર્થીઓને જણાવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની ઘટનાના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા તાત્કાલીક બેઠક યોજી જવાબદારો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દિલ્હી સુધી પડઘા પડ્યા હતા અને વિદેશ મંત્રાલયે પણ ઘટનાની તટસ્થ તપાસનો આદેશ આપ્યો હતો. ત્યારે રાજ્યની અન્ય યુનિવર્સિટીમાં પણ વિદેશી છાત્રો અભ્યાસ કરી રહ્યા છે તેમની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે. અમદાવાદના વિવાદ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો પણ હરકતમાં આવ્યા છે. VNSGUમાં અફઘાનિસ્તાનના 38, બાંગ્લાદેશના 2 વિદ્યાર્થીઓ સહિત કુલ 53 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમની VNSGU દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને હોસ્ટેલમાં રહે છે. યુનિવર્સિટીના કેમ્પસમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાનગી વસ્ત્રોમાં પેટ્રોલિંગ હાથ ધરાશે. વિદેશી છાત્રોને કોઇપણ મુશ્કેલી લાગે તો તાત્કાલીક મેનેજનેન્ટ સુધી પહોચવા જણાવાયુ છે ઉપરાંત વોટ્સએપ ગ્રૃપમાં મેસેજ કરી જાણ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં વિદ્યાર્થીઓ પર હુમલાનો શું હતો મામલો
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં બોયઝ હોસ્ટેલમાં A-બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલ પરિસરમાં નમાઝ પઢતા હતા. તે સમયે શરૂઆતમાં કેટલાક લોકોએ આવી વિદેશી વિદ્યાર્થીઓને નમાઝ નહિ પઢવા જાણ કરી હતી. તે સમયે એક નમાઝીએ ઉભા થઇ વાત કરનાર વ્યક્તિને લાફો માર્યો હતો ત્યાર બાદ મામલો વણસ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. અહી આવેલા ટોળાએ નારા લગાવીને વિદેશી વિદ્યાર્થીઓ પર હૂમલો કર્યો હતો. અને રૂમમાં તેમજ વાહનમાં તોડફોડ કરી હતી. આટલેથી ટોળુ અટક્યુ ન હતું અને વિદ્યાર્થીઓના રૂમ સુધી પહોચી ગયુ હતુ ત્યારબાદ વિદ્યાર્થીઓને મારમારી રૂમમા તોડફોડ કરવામાં આવી હતી. વાહનોમાં તોડફોડ કરી પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 5 વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. પોલીસે ગુનો નોધી આરોપીની ધરપકડ કરી છે.

Exclusive News