‘ઘણીવાર ડાયરેક્ટ નિર્ણય લેવાઇ જાય છે એટલે…’, MLA પદેથી રાજીનામું આપવા અંગે કેતન ઇનામદારનો મોટો ખુલાસો

Contact News Publisher

સાવલી બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદાર ખુલીને પાર્ટી સામે બોલ્યા છે. તેમનું કહેવું છે કે હું બીજેપીનો વફાદાર અને જૂનો કાર્યકર છું અને રહીશ. પાર્ટીને જીતાડવા માટે હું હંમેશા મહેનત કરીશ. પરંતુ દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે નથી હોતો. તેમણે બીજેપીના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. ઘણીવાર ડાયરેક્ટ નિર્ણય લેવાઇ જાય છે. તેમણે કહ્યુ મારા મતક્ષેત્રમાંથી હું લોકસભાના ઉમેદવારને સૌથી વધુ લીડ અપાવીશ. તે માટે હુ તત્પર છુ અને રાત દિવસ મહેનત કરીશ. આ રાજીનામું મારા અંતરઆત્માનો અવાજ છે. જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મે લોકોને માન સન્માન આપ્યું છે અને આપતો રહીશ. પરંતુ આપણા માન સન્માનના ભોગે કોઇપણ વસ્તુ મને વ્યાજબી લાગતી નથી.

રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે મીડિયાને જણાવ્યુ હતું કે પાર્ટીમાં કાર્યકર્તાઓનું માન સન્માન નથી જળવાતું, દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે રાજકારણમાં નથી આવતા, હું ભલે નિમિત બન્યો છું પરંતુ ભાજપમાં પ્રત્યેક કાર્યકર્તાઓનો આ અવાજ છે. વધુમાં તેમણે કહ્યુ હતુ કે હું પાર્ટીને બે હાથ જોડીને કહુ છુ કે પાર્ટી ભલે મોટી કરો પરંતુ જુના કાર્યકર્તાઓની અવગણના ના કરવી જોઇએ.

ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારે કહ્યુ કે ભાજપમાં જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કચાશ રહી ગઈ છે. મેં બધી જગ્યાએ રજૂઆત કરી છે. પરંતુ પાર્ટીને સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય તેવો ભ્રમ છે. મારા માટે માન સન્માન અને આત્મસન્માનથી મોટી કોઈ વસ્તુ નથી. આ અવાજ માત્ર કેતન ઈનામદારનો નથી
ભાજપના પ્રત્યેક કાર્યકરનો આ અવાજ છે, હુ તો માત્ર નિમિત બન્યો છુ પરંતુ સત્ય એ છે કે પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવે છે જે ના થવી જોઇએ.  હું આજે ભાજપનો કાર્યકર્તા છું. ધારાસભ્ય પદેથી આ રાજીનામુ મારા અંતરઆત્માનો અવાજ છે. માન સન્માનના ભોગે કોઈ વસ્તુ વ્યાજબી નથી.