એલર્ટ! આ તારીખથી ગુજરાતના આ વિસ્તારની કેનાલોમાં પાણી નહીં છોડાય, વધી ખેડૂતોની મુશ્કેલી

Contact News Publisher

ચરોતરની કેનાલોમાં 30 માર્ચથી પાણી ન છોડવા નિર્ણય તંત્રએ લીધો છે. જેમાં વણાંકબોરી ડેમ માં પાણીનો જથ્થો ઘટતા આખરે ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ન સર્જાય તે માટે જથ્થો અનામત રાખવા આ નિર્ણય લેવાયો છે. જોકે પાણી બંધ કરાતા ખેડૂતોને હાલાકી પડી શકે છે.

ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે
ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાવા લાગી છે. વણાંકબોરી ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી કેનાલોમાં પાણી નહી છોડવા નિર્ણય લેવામાં આવ્યો છે. ચરોતરની કેનલોમાં 30 માર્ચથી પાણી બંધ કરવામાં આવનાર છે. જેને કારણે ખેડૂતોને સીઝનમાં પાણી મેળવવું મુશ્કેલ બનશે. ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઇ છે. ત્યારે પાણીની સમસ્યા ઉભી થવા પામી છે. વણાંકબોરી ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. જેને લઇને તંત્ર દ્વારા કેનાલોમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉનાળા માટે પાણી રિઝર્વ રાખવામાં આવનાર છે. પાણી બંધ થતાં કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલી વધશે.

ચરોતર, સૌરાષ્ટ્ર અને અમદાવાદ શહેર માટે જીવાદોરી સમાન વણાકબોરી ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો હોવાથી આવનાર દિવસોમાં પાણીની સમસ્યા ઉદભવે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. નોધનીય છે કે, ગત વર્ષે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કડાણા ડેમમાંથી બે લાખ કયુસેક પાણી વણાંકબોરી ડેમમાં છોડતાં ડેમ છલકાઇ ગયો હતો. વણાંકબોરી ડેમની ૨૨૧ ફૂટની સપાટી વટાવીને ૨૩૨ ફૂટથી (સપાટી કરતાં ૧૧ ફૂટથી) પાણી ડેમમાં આવ્યુ હતું. જેને કારણે આ પાણીનો જથ્થો મહીસાગર નદીમાં છોડવું પડ્યુ હતું. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પડેલા વરસાદના કારણે કડાણા ડેમ ઓવરફ્લો થયો હતો. જેથી આ ડેમમાંથી ૨ લાખ કયુસેક પાણી વણાકબોરી ડેમમાં છોડવામાં આવ્યું હતું. વણાંકબારી ડેમની ૨૨૧ ફૂટની સપાટી વટાવીને ઓવરફલો થયો હતો. પરંતુ ઉનાળો આવતા આવતા ડેમમાં પાણી સતત ઘટી રહ્યુ છે. જેને કારણે કેનાલોમાં પાણી બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવો પડ્યો છે.

Exclusive News