હજારો ફૂટની ઊંચાઇએ ફ્લાઇટમાં સ્મોકિંગ કરવું આ શખ્સને ભારે પડ્યું, FIR દાખલ

Contact News Publisher

સાઉદી અરબનાં જેદ્દા થી અમદાવાદ આવી રહેલી ઈંડિગોની ફ્લાઈટમાં એક યાત્રીએ બીડી સળગાવાની તમામ મુસાફરોની સુરક્ષાને મુશ્કેલીમાં મુકી દીધી હતી. જ્યારે ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થઈ ગઈ. તે બાદ આ ઘટનાં સંદર્ભે એરપોર્ટ પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અમદાવાદ આવી રહેલ ઈડિંગોની એક ફ્લાઈટમાં ગુજરાતનાં નવસારી ખાતે રહેતા 70 વર્ષીય ગફર અબ્દુલ રહીમ પણ પ્રવાસ કરી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક તેઓને બીડી પીવાની તલબ લાગતા તેઓએ વિમાનની અંદર બીડી સળગાવી પ્રવાસીઓની સુરક્ષાને જોખમમાં મુકી હતી. જ્યારે ફ્લાઈટમાં બીડીની વાસ આવવાની શરુ થતા એયર હોસ્ટેસ દ્વારા તમામ સીટો પર ચેકીંગ કરતા આ વાત સામે આવી હતી.

ગફર અબ્દુલે દહીનાં ડબ્બાને એસ્ટ્રે બનાવી લીધી હતી અને તેમાં જ બીડી પીધા બાદ તેની રાખ નાંખી હતી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, આટલી સઘન સુરક્ષા તેમજ ચેકીંગ હોવા છતાં પણ ફ્લાઈટમાં કેવી રીતે વૃદ્ધ શખ્શ માચિસની ડબ્બી લઈ કેવી રીતે ગયો? જ્યારે તેને આ બાબતે વૃદ્ધની પૂછપરછ કરતા તેની પાસેથી માચીસનું ખોખુ મળી આવ્યું હતું.

પ્રવાસી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
વૃદ્ધને લાગેલી તલબને લઈ ગફર અબ્દુલ રહીમે અન્ય મુસાફરોની સુરક્ષાનો જોખમમાં મુકી હતી. જેનાં કારણે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે. જ્યારે ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ તઈ ત્યારે ઈંડીગો ફ્લાઈટનાં સ્ટાફ દ્વારા અ સમગ્ર ઘટનાં બાબતે સ્થાનીક સ્ટાફને આ સમગ્ર ઘટના બાબતે જાણકારી આપી હતી. જે બાદ એરપોર્ટ પોલીસ મથકે આ વૃદ્ધ મુસાફર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

Exclusive News