અંગારા જેવી આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદ! કમોસમી માવઠાથી તાપીના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ચિંતાતુર

Contact News Publisher

રાજ્યમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉનાળામાં ચોમાસુ માહોલ સર્જાયો છે. તાપી જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ વચ્ચે સોનગઢ તાલુકાના દક્ષિણ સોનગઢના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જોકે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તાપી જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશ વાદળોથી ઘેરાયુ છે. સોનગઢ તાલુકામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. દક્ષિણ સોનગઢનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છુટા છવાયા ઝાપટા પડ્યા હતા. છોટાઉદેપુરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. જિલ્લામાં વરસાદ થતા રસ્તાઓ પાણીથી ભીના થયા છે.વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

તાપી જિલ્લામાં કમોસમી વરસાદ
રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી કાળઝાળ ગરમીએ લોકોને અકળાવી મુક્યા છે ત્યારે ઉનાળામાં દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે તાપી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તાપી જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દક્ષિણ સોનગઢનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રોડ અને રસ્તાઓ પર વરસાદી પાણી વહી રહ્યા હતા.

માવઠાથી ખેડૂતો ચિંતિત
બીજી તરફ કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. હાથમાં આવેલો કોળીયો છીનવાઇ જવાનો ડર સતાવી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ઉનાળુ વાવેતર મગફળી, તલ, જુવાર સહિતનાં પાકોને નુકસાન થવાની શક્યતા છે. ઘઉનો પાક તૈયાર થયો છે ત્યારે કાપણીના સમયે જ વરસાદી વરસતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

Exclusive News