સાવધાન! અમદાવાદ બાદ વધુ એક શહેરમાં સ્વાઇન ફ્લૂ વકર્યો, નોંધાયા 44 કેસ

Contact News Publisher

ભાવનગર શહેરમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો નોંધાયો છે. જેમાં છેલ્લા 3 માસમાં 44 કેસ નોંધાયા છે. જોકે તાવના કેસમાં ગત માસની તુલનામાં ચાર ગણો ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરીમાં તાવના 17 હજાર કેસ નોંધાયા હતા. જે માર્ચમાં ઘટીને 3860 થયા છે. શરદી ઉધરસના 1278 કેસ નોંધાયા છે.

રાજ્યમાં અમદાવાદ બાદ હવે ભાવનગરમાં પણ સ્વાઇન ફ્લૂ ના કેસો જોવા મળ્યા છે. ભાવનગર શહેરમાં સ્વાઈન ફ્લૂ ના કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. છેલ્લા ૩ માસમાં સ્વાઇન ફ્લૂ ના 44 કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂ ની સાથે તાવ અને શરદી-ઉધરસના કેસમાં વધારો થયો છે. ફેબ્રુઆરીના માસમાં તાવના 17 હજાર કેસ નોંધાયા હતા. જોકે તાવના કેસ ઘટીને માર્ચ મહીનામાં 3860 કેસ નોંધાયા છે. જ્યારે શરદી ઉધરસના 1278 કેસ નોંધાયા છે.

જાણો શું છે સ્વાઈન ફ્લૂ બીમારી?
સ્વાઈન ફ્લૂ એ ખૂબ જ ઝડપથી ફેલાતો ચેપી રોગ છે. H1N1 તરીકે પણ ઓળખાય છે. તે ડુક્કર દ્વારા ફેલાતો ખતરનાક ચેપી રોગ છે. આ ચેપગ્રસ્ત પ્રાણી અથવા માણસના સંપર્કમાં આવવા પર, H1N1 વાયરસ માનવ શરીરમાં સંપર્કમાં આવે છે. જેના કારણે આ રોગ પ્રાણીઓ દ્વારા માણસોમાં પણ ફેલાય છે. જો રોગનું સ્તર વધુ ખરાબ થાય છે તો તે લોકોનો જીવ પણ લઈ લે છે.

સ્વાઇન ફ્લૂના લક્ષણો
સ્વાઈન ફ્લૂમાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો જોવા મળે છે. જો કે સ્વાઈન ફ્લૂને હવે સિઝનલ ફ્લૂ તરીકે ગણવામાં આવે છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સિઝનમાં પરિવર્તન ઉપરાંત લાંબો સમય સુધી ઠંડી રહેતાં સ્વાઈન ફ્લૂના કેસ વધ્યા છે. ડોક્ટરો સ્વાઈન ફ્લૂ નો ફેલાવો અટકાવવા અસરગ્રસ્ત દર્દીને ઘરમાં જ રહેવાની અને શક્ય હોય ત્યાં સુધી માસ્ક પહેરી રાખવાની સલાહ આપે છે. જેથી વાઈરસનો ચેપ એકથી બીજી વ્યક્તિમાં ફેલાતો અટકાવી શકાય.

Exclusive News