બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ: પીઢ આગેવાને રાજીનામું આપતા વધી ગેનીબેન ઠાકોરની મુશ્કેલી

Contact News Publisher

બનાસકાંઠામાં કોંગ્રેસમાં વધુ એક વાર ભંગાણ પડ્યુ છે. બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી.ડી.રાજપૂતે કોંગ્રેસ પક્ષ છોડી સૌને ચોકાવ્યા છે. ડી.ડી.રાજપૂત 2017 ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. તેઓ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે.બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો ભાજપમાં ભળતાં કોંગ્રેસની મુશ્કેલી ચુંટણી સમયે જ વધી રહી છે. નોધનીય છે કે બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરને કોગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે.

બનાસકાંઠામાં કોંગ્રેસને આજે વધુ એક ઝટકો લાગ્યો હતો.પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી.રાજપૂતે આજે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ.ડી.ડી.રાજપૂત થરાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. રામ મંદિરના કાર્યક્રમમાં નેતાઓને ન જવાનુ કારણ આપી રાજીનામુ આપી દીધુ હતુ.કોંગ્રેસના પીઢ આગેવાનો ભાજપમાં ભળતાં કોંગ્રેસની મુશ્કેલી ચુંટણી સમયે જ વધી રહી છે.
બે મહિના પહેલા પણ કોંગ્રેસને પડ્યો હતો ફટકો
બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસનો ગઢ મનાય છે પરંતુ ચૂંટણીના મતદાન પહેલા આ ગઢના કાંકરા ખરી રહ્યા છે. થોડા સમય પહેલા જ થરાદ યુથ કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપ્યુ હતું. અલ્પેશ જોશીએ પોતાના પદ સહિત સભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું જેમાં કોંગ્રેસ પાર્ટીએ કરેલા રામ મંદિરના વિરોધને લઇ લાગણી દુભાઈ હોવાનું કારણ બતાવાયું છે.

Exclusive News