દાહોદ બેઠકમાં પર ભાજપ કે કોંગ્રેસ? કોણ ડામાડોળ, ઈતિહાસ અને જ્ઞાતિ ગણિતથી આ પક્ષ ટેન્શનમાં

Contact News Publisher

કોણ છે જશવંતસિંહ ભાભોર

જશવંતસિંહ દીર્ઘ રાજકીય કારકિર્દી ધરાવે છે. તેઓ લીમખેડાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. છેલ્લી બે ટર્મથી દાહોદના સાંસદ છે. મોદી સરકારની પહેલા કાર્યકાળમાં આદિજાતિ રાજ્યમંત્રી હતા. જશવંતસિંહ ભાભોરના પિતા જનસંઘના પાયાના કાર્યકર હતા. પક્ષે ત્રીજી વખત લોકસભા લડવાની તક આપી છે.

કોણ છે ડૉ.પ્રભા તાવિયાડ?

ડો પ્રભા તાવિયાડ 2009માં દાહોદના સાંસદ તરીકે ચૂંટાયા હતા. સોનિયા ગાંધીની નજીક ગણવામાં આવે છે. વ્યવસાયે તબીબ છે તેમજ જિલ્લાના અગ્રણી નેતા છે. પ્રભા તાવિયાડના પતિ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે.

2019નું પરિણામ

ભાજપ    જશવંતસિંહ ભાભોર
પરિણામ    જીત

કોંગ્રેસ    બાબુ કટારા
પરિણામ    હાર

દાહોદ બેઠકનો ઈતિહાસ

એકંદરે આ બેઠક કોંગ્રેસના પ્રભુત્વવાળી છે તેમજ ભાજપે આ બેઠક ઉપર અત્યાર સુધી 4 વાર જીત મેળવી છે. અહીં એક વખત સ્વતંત્ર પક્ષનો પણ વિજય થયો છે. આદિવાસી માટે અનામત બેઠક છે તેમજ કોંગ્રેસના સોમજી ડામોર દાહોદથી પાંચ ટર્મ સાંસદ રહ્યા.

દાહોદ લોકસભામાં કઈ વિધાનસભા સમાવિષ્ટ?

સંતરામપુર
ફતેપુરા
ઝાલોદ
ગરબાડા
લીમખેડા
દાહોદ
દેવગઢબારિયા

દાહોદનું જ્ઞાતિ સમીકરણ?

આદિવાસી સમુદાયના પ્રભુત્વવાળી બેઠક છે. ભીલ સમુદાયની તમામ તાલુકાઓમાં વધુ વસતિ છે. દેવગઢબારિયામાં કોળી સમાજના મતદારો પણ નોંધપાત્ર છે. લીમખેડામાં પણ કોળી સમાજના મતદાર નોંધપાત્ર તેમજ અન્ય સમાજના અંદાજે 10% મતદાર છે.

Exclusive News