PM નરેન્દ્ર મોદીની ઉત્તર પ્રદેશના પીલીભીતમાં આજે મેગા રેલી, વરુણ ગાંધી નહીં આપે હાજરી

Contact News Publisher

PM મોદીની ઉત્તર પ્રદેશના પીલીભીતમાં મેગા રેલી પણ વર્તમાન સાંસદ વરુણ ગાંધી વડાપ્રધાનની આ રેલીમાં ભાગ નહિ લે, સામે આવ્યું કારણ

લોકસભા ચૂંટણીને લઈ આજે PM મોદી ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક મેગા રેલીની સંબોધિત કરશે. વાત જાણે એમ છે કે, PM મોદી આજે એટલે કે મંગળવારે પીલીભીતમાં ભાજપના ઉમેદવાર જિતિન પ્રસાદના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. અહી નોંધનિય બાબત એ છે કે, વર્તમાન સાંસદ વરુણ ગાંધી વડાપ્રધાનની આ રેલીમાં ભાગ લેશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના પોઝિટિવ હોવાના કારણે તે આ રેલીમાં હાજર રહેશે નહીં. તમને જણાવી દઈએ કે, આ વખતે ભાજપે વરુણ ગાંધીની ટિકિટ રદ્દ કરીને યોગી સરકારના કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

ઉત્તર પ્રદેશના પીલીભીત ના ડ્રમન્ડ ઈન્ટર કોલેજમાં સવારે 11 વાગે વડાપ્રધાન મોદીની જાહેર સભા યોજાશે. PM મોદીની રેલીને લઈ વહીવટીતંત્રે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આખું શહેર છાવણીમાં ફેરવાઈ ગયું છે. વડાપ્રધાન લગભગ 65 મિનિટ શહેરમાં રહેશે. આ દરમિયાન તેઓ કાર દ્વારા 3 કિલોમીટરની મુસાફરી પણ કરશે. વડાપ્રધાનની રેલીને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક કલાક પહેલા રેલી સ્થળ પર પહોંચી જશે. તેઓ રેલી પહેલા પ્રબુદ્ધ વર્ગ સંમેલનને પણ સંબોધશે.

વડાપ્રધાન આજે તેમની ચૂંટણી રેલી દ્વારા માત્ર પીલીભીત જ નહીં પરંતુ તરાઈની અન્ય બેઠકો પણ જીતવાનો પ્રયાસ કરશે. પીલીભીતની આસપાસની સીટોમાં બરેલી, શાહજહાંપુર, બદાયું અને લખીમપુર અને ધૌરહરા સીટોનો સમાવેશ થાય છે. વડાપ્રધાનની રેલી જોઈને ભાજપના ઉમેદવાર જિતિન પ્રસાદે કહ્યું કે, જનતા ખૂબ જ ઉત્સાહિત છે. વડાપ્રધાન પહેલીવાર પીલીભીત આવી રહ્યા છે. આથી આજે આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.