ડૉ. દિલ્લીવાળા હોસ્પિટલ બિલ્ડીંગ મામલે સરકારી અધિકારીઓ સામે કોર્ટમાં ફરિયાદ.

Contact News Publisher

ભુજની ડૉ. દિલ્લીવાળા હોસ્પિટલ બિલ્ડીંગ મામલે સરકારી અધિકારીઓ સામે કોર્ટમાં ફરિયાદ..
ભુજ શહેરના હોસ્પિટલ રોડ પર આવેલ ડૉ.દિલ્હીવાલા આંખની હોસ્પિટલવાળી બિલ્ડીંગના બાંધકામ બાબતે નિયમોની અવગણનો મુદ્દો છેલ્લા કેટલાંય સમયથી વિવાદનો મુદ્દો બન્યો છે. કચ્છનાં લગભગ મીડિયા અને અખબારોમાં આ બિલ્ડીંગ નાં અહેવાલો પ્રસિદ્ધ થયા હોવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતાં અંતે આર.ટી. આઈ. એક્ટિવિસ્ટ દ્રારા કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરાઈ છે. ભાડાના અધિકારીઓની મનમાનીનો અંત ન આવતા કંટાળેલા અરજદારે અંતે અદાલતના દ્વાર ખટખટાવતા આ બહુ ચર્ચિત પ્રકરણમાં કોર્ટે ભાડાના જવાબદારો સામે પ્રાઈવેટ ફોજદારી દાખલ કરતા ફરજમાં બેદરકારી દાખવતા અધિકારીઓમાં હડકંપ મચી જવા પામ્યો છે.
ભુજમાં આંખનાં ડૉ.દિલ્હીવાલાના અવસાન બાદ એમની આ હોસ્પિટલને અન્ય લોકોએ ખરીદીને બાંધકામ શરૂ કર્યું હતું.
કોમર્શિયલ હેતુ માટે ફરી ઊભી કરેલ આ ઈમારત શરૂઆતથી જ વિવાદ નાં વંટોણમાં ફસાઈ છે. ભાડાના નિયમો અને બાંધકામના નિયમોનું ઉલ્લંઘન થતાં ભુજના સામાજીક અગ્રણી અને આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ દત્તેશ ભાવસારે ભુજની ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં આઈપીસીની ધારા ૨૧૭ તળે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી આર.જે.જાડેજા, ટાઉન પ્લાનર અતૂલ ભાલોડીયા, જુનિયર ટાઉન પ્લાનર હરગોવિંદ પ્રજાપતિ, તથા સાઈટ ઈજનેર દિપેશ જોષી વિરૂધ્ધ ફરજમાં બેદરકારી દેખાવવા બદલ પ્રાઈવેટ ફોજદારી દાખલ કરાવતા ખળભળાટ મચી ગઈ છે. હવે જોવાનું એ રહ્યું કે આ મુદ્દો કઈ દીશાએ પહોંચે છે , ઈમારતમાં ફેરફાર થાય છે કે પછી સરકારી અધિકારીઓનાં નિર્ણયમાં ફેરફાર થાય છે?

– તસવીર અને અહેવાલ
કિરણ ગોરી
ભુજ કચ્છ.
મા આશાપુરા ન્યુઝ
૯૭૨૫૨ ૦૬૧૨૭
૯૭૨૫૨ ૦૬૧૩૬

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News