ઈ.સ. ૧૮૮૩ માં બનેલી ભુજની જૂની શાકમાર્કેટની હાલત બિસ્માર

Contact News Publisher

ઈસવીસન ૧૮૮૩ માં બનેલી ભુજની જૂની શાકમાર્કેટની હાલત બિસ્માર, શાકમાર્કેટ હજુ પણ ૧૯મી સદીમાં જ હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે .

ભુજની શાન સમા સ્થાપત્યમાંથી એક એવી ભુજની જૂની શાક માર્કેટની હાલત અત્યંત બિસ્માર છે આ જગ્યાની મુલાકાત લેતા જ અહીંનું સ્થાપત્ય નજર સમક્ષ ઉડીને આંખે વળગે તેવું છે ,બહારથી આ જૂની શાકમાર્કેટ કેટલી ભવ્ય છે અંદર પ્રવેશતાની સાથે જ વિશાલ એવી શાકમાર્કેટમાં ઉપરની તરફ નજર કરતા ખૂબ જ આકર્ષક શૈલીઓ અને મજબૂત બાંધકામના દ્રશ્યો જોઈ અને મન આનંદિત થઈ જાય છે.

આ બધા વચ્ચે ઇ.સ. 1883માં બનેલી આ શાક માર્કેટમાં શાકભાજીના વેપારીઓ માટે ૧૧૦ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે ,પરંતુ હાલ માત્ર ૨૦ જેટલા જ શાકભાજીના વેપારીઓ અહીં શાકભાજીનું વેચાણ કરે છે. તો બીજી બાજુ આ ભવ્ય એવી જૂની શાકમાર્કેટને જાણે તંત્રે ખરેખર જૂની સમજીને ઓરમાયુ વર્તન કર્યું હોય એવું જણાઈ આવે છે. ક્યાંક સ્ટોલની નીચે માલસામાન રાખવાના સ્ટોર ની હાલત કફોડી છે, તો ક્યાંક શાકમાર્કેટમાં પ્રવેશવાનાં દરવાજા ઊભા રહી શકવાની સ્થિતિમાં નથી .

આ શાકમાર્કેટમાં હાલ તો માત્ર ૨૦ જેટલા જ વેપારીઓ શાકભાજીનું વેચાણ કરે છે પરંતુ એ પણ કેટલી બધી ગંદકી વચ્ચે કે આપ જોઈને ચોંકી ઉઠશો, આ શાક માર્કેટ નું નામ જૂની શાકમાર્કેટ છે પરંતુ ખરેખર આ શાકમાર્કેટને ભુજથી જુદી શાકમાર્કેટ સમજાઈ હોય તેવું ચિત્ર નહીં દેખાઈ આવે છે ,અહીંના એક વેપારીએ અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કહી માત્ર સુધારા-વધારા ની વાતો થાય છે પરંતુ કામ કોઈ જ થતું નથી .

કચ્છના રાજવી ઓ રાજાશાહી સમયમાં આવી શિલ્પ-સ્થાપત્યની મજબૂત વિશાળ શાકમાર્કેટ બનાવીને કચ્છના  શાકભાજી વેેચતા લોકોને આ મજબૂત ઈમારત સુપ્રત કરી, પરંતુ લોકશાહીમા આ ઇમારતને લઈને લોકપ્રતિનિધિઓ ઉદાસીન છે અને અધિકારીઓ અહીં ડોકિયું કરવામાં સહેજ પણ રસ દાખવતા હોય તેવું દેખાઈ આવતું નથી.

એક માહિતી મુજબ ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન પણ અહીં મુલાકાત કરી ગયા હતા, લાઈટ અને સફાઈ ની વાતો કરી હતી, વચનો આપ્યા હતા પરંતુ હજુ સુધી કોઈ જ પ્રકારની નક્કર કામગીરી થઈ નથી એવું અહીંના શાકભાજીના વેપારીઓ “મા ન્યુુઝ” સાાથે વાત કરતા જણાવ્યું હતું .

લોકોમાં આશાનું કિરણ એ પણ છે કે હાલ ચૂંટણી આવી રહી છે ત્યારે કદાચ કામ થઈ જાય તો નવાઈ નહીં ,આમ ભુજના હૃદયમાં બિરાજમાન અને જોતાં જ નજર રોકાઈ જાય એવા સ્થાપત્યોની આમ જ બલિ ન ચડી જાય તે જોવાની હવે ભુજ વાસીઓની અને જાગૃત જનતાની ફરજ છે . સૌ આગળ આવે અને ભુજની જૂની શાકમાર્કેટને ભુજથી જુદી શાકમાર્કેટ બનતા રોકે તે ઇચ્છનીય છે જરૂરી છે.

કેમેરા પર્સન : સંદીપ ખારવા

સ્ટોરી બાય : દિલીપ ગજ્જર.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News