હૈદરાબાદમાં રેપ બાદ જીવતી સળગાવી હત્યા કેસના ચારેય આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

Contact News Publisher

હૈદરાબાદ : તેલંગાનાના પાટનગર હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યા અને પછી લાશને સળગાવી દેવાની ઘટનાએ દેશને હલાવીને રાખી દીધો હતો. સમગ્ર દેશમાં લોકો આરોપીઓને તાત્કાલીક જાહેરમાં સજા આપવાની માંગ કરી રહ્યા હતા. શુક્રવારે જેવા સમાચાર આવ્યા કે ચારેય આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે, લોકોએ તેમની પર ખુશી વ્યક્ત કરી. લોકોનું કહેવું છે કે પીડિતા અને તેના પરિવાર માટે આનાથી સારો ન્યાય બીજો કોઈ ન હોઈ શકે.

 

આ એન્કાઉન્ટર બાદ દરેક વ્યક્તિ સાઇબરાબાદના પોલીસ કમિશ્નર વી.સી. સજ્જનારના વખાણ કરી રહ્યા છે. તેના કારણે પોલીસની આ કેસ પર ખાસ નજર હતી. ઘટના બાદ તેઓએ કહ્યું હતું કે તેઓ આરોપીઓને તાત્કાલીક પકડી લેશે. અને થવું એવું જ. લગભગ 60 કલાકની અંદર જ પોલીસે આરોપીઓને પકડી લીધા. એક સપ્તાહ બાદ જ પોલીસે આ ઘૃણાસ્પદ અપરાધનો અંત કરી દીધો. હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

આવી રીતે એન્કાઉન્ટર થયું

આ ઘટના સવારે સાડા ત્રણ વાગ્યાની છે. રિમાન્ડ મુજબ પોલીસ ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયા. પોલીસ સમગ્ર ઘટનાને આરોપીની નજરથી સમજવા માંગી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન આ ચારેય પોલીસની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. એવામાં પોલીસની પાસે ફાયરિંગ કરવા સિવાય કોઈ ચારો નથી. તેઓએ તેમને પકડવા માટે ફાયરિંગ કર્યું. જોતજોતામાં ચારેય આરોપી ઢળી પડ્યા. બાદમાં ચારેય આરોપીઓની લાશોને સરકારી હૉસ્પિટલ મોકલવામાં આવી. હૈદરાબાદ ગેંગરેપ : જાણો કેવી રીતે પોલીસે ચારેય આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યાં

2008માં પણ થયું હતું આવું એન્કાઉન્ટર

નોંધનીય છે કે, 2008માં હૈદરાબાદના વારંગલમાં પોલીસે આ જ રીતે એન્કાઉન્ટરમાં એસિડ અટેકના ત્રણ આરોપી સ્ટુડન્ટને ઠાર માર્યા હતા. તે સમયે વારંગલના પોલીસ સુપ્રિટેન્ડન્ટ સીપી. સજ્જનાર જ હતા. આવી જ રીતે ઘટનાનું રિક્રિએશન કરવા માટે ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળે લઈને ગયા હતા. આ ત્રણેય આરોપી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા. ત્યારે પોલીસે તેમનું એન્કાઉન્ટર કરી દીધું. બિલકુલ એવા જ અંદાજમાં સજ્જનારે આ એન્કાઉન્ટરને પણ અંજામ આપ્યો. અંતર માત્ર એટલું હતું કે તેઓ ઘટનાસ્થળે હાજર નહોતા, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તમામ પ્લાન સી.પી. સજ્જનારનો જ હતો.

1 thought on “હૈદરાબાદમાં રેપ બાદ જીવતી સળગાવી હત્યા કેસના ચારેય આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News