મિલકત ખરીદી-આથક વહેવારોના ખુલાસા ન કરનારા બે લાખ કરદતાઓને આવકવેરા ખાતાની નોટિસો

Contact News Publisher

– ૩૧મી માર્ચ પહેલા પગલાં લઈ લેવા ફરજિયાત હોવાથી ઈ-મેઈલથી જ નોટિસો પાઠવી દેવામાં આવી

– ૩૦-૩૧ માર્ચ કચેરી ખુલ્લી રાખી માત્ર નોટિસ આપવાનું કામ કરવામાં આવ્યું

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 31 માર્ચ, 2019, રવિવાર

ઊંચા મૂલ્યની મિલકતની ખરીદી કરનારાઓ, શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, કેપછી કોમોડિટીના વેપારમાં રૃા. ૨ લાખથી વધુના મૂલ્યના સોદા કરનારાઓને ફેબુ્રઆરીમાં કલમ ૧૩૬ હેઠળ નોટિસ આપ્યા બાદ જે પાર્ટીઓએ ખુલાસા ન કર્યો હોય તેવી એક લાખથી વધુ પાર્ટીઓેને છેલ્લા બે દિવસમાં ગુજરાતના આવકવેરા ખાતાના અધિકારીઓએ કલમ ૧૪૨ હેઠળ કેસ રિઓપન કરવાની નોટિસ આપી હોવાનું બહાર આવી રહ્યું છે. આતમામને તેમના ઈ-મેઈલ પર જ નોટીસ આપી દેવામાં આવી છે. ઇ-મેઈલ પર આપવામાં આવેલી નોટીસના પણ હવે કાયદેસર નોટીસ ગણવામાં આવે છે.

ગત ફેબ્રુઆરીમાં નોટિસ આપવામાં આવી હોય પરંતુ તેમાંથી જે કેસમાં પ્રતિભાવ ન મળ્યો હોય તેવા કેસમાં જોઈન્ટ અને પ્રિન્સિપાલ ચીફ કમિશનરની મંજૂરી પછી જ નોટિસ આપવાની હોય છે. કેસ રિઓપન કરવા માટેની છેલ્લી તારીખ ૩૧મી માર્ચ આવતી હોવાથી આ પ્રકારના કરદાતાઓ રહી ન જાય તે માટે તેમણે છેલ્લા બે દિવસ કચેરી ખુલ્લી રાખીને આ માટેની મંજૂરી લઈને દરેકને ઇ-મેઈલથી કલમ ૧૪૨ હેઠળની નોટિસ પાઠવી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

૩૦મી અને ૩૧મી માર્ચે ઓફિસો ચાલુ રાખવામાં આવી હોવા છતાંય જાહેર જનતાને તેમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આઅંગેની ફરિયાદો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ કન્સલ્ટન્ટ્સે પણ કરી હતી. પરંતુ આ અધિકારીઓએ માત્ર ને માત્ર કેસ રિઓપન કરવાના ન રહી જાય તે માટેની નોટિસો આપી દેવા પર ફોકસ કર્યું હતું. ૩૦મીઅને ૩૧મી માર્ચના રાતના ૧૧ વાગ્યે પણ ઇ મેઈલથી આ નોટિસો પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

નોટિસ આપીને કરદાતાઓ પાસેથી તેમણે કરેલા રોકાણ અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે. આ સ્પષ્ટતા કરદાતાઓ નહિ કરે તો તેમની તે રકમ આવકમાં ઉમેરી દઈને તેમની પાસેથી ટેક્સ અને પેનલ્ટી માગવામાં આવશે. ૨૦૧૯ની ડિસેમ્બર ૩૧મી સુધીમાં આ કામગીરી પૂરી કરી દેવાની રહેશે.

1 thought on “મિલકત ખરીદી-આથક વહેવારોના ખુલાસા ન કરનારા બે લાખ કરદતાઓને આવકવેરા ખાતાની નોટિસો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *