૧૧ માસ અગાઉ ગુમ થયેલ ભુજની પરિણીતાની લાશ આજે મળી, અનેક તર્ક વિતર્ક..

Contact News Publisher

પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતી રૂકશાના માંજોઠી આશરે ૧૧ માસ અગાઉ ગુમ થઈ ગઈ હતી. મહિલાના માવતર પક્ષે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને ૧૧ માસ સુધી ગુમ મહિલા મળી નહોતી! આજે મળતી વિગતો અનુસાર ભુજના સીમંધર સિટી, એરપોર્ટ રોડ પાસે થી એક મકાન માંથી આ મહિલાની લાશ મળી છે તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે. સમગ્ર વિગતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે પરંતુ ૧૧ મહિના બાદ ગુમ પરિણીત મહિલાની લાશ મળતા અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. અહેવાલ અને તસવીર – કિરણ ગોરી, મા ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *