આજથી ભુજની કોર્ટમાં તમામ કેસોની સુનાવણી શરૂ થઇ

Contact News Publisher

ગુજરાત હાઇકોર્ટ દ્વારા 26મીએ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જિલ્લાની અદાલતોમા આજથી એમ.એ.સી.ટી તેમજ એલ.એ.આર અને ભરણપોષણના કેસોના પેમેન્ટ પણ કરવામાં આવશે, તો શરૂઆતના તબક્કે દરરોજના પાંચ અરજદારોના પેમેન્ટ ચેકથી કરવામાં આવશે તેમજ દલીલોના કેસોની સુનાવણી વિડીયો કોન્ફરન્સ મારફતે થશે.

જો કે, જે એડવોકેટ પાસે આવા કેસોની સુનાવણી અર્થે વીડિયો કોન્ફરન્સના સાધનો ઉપલબ્ધ ન હોય તો કોર્ટમાં સાધનો ઉપલબ્ધ કરી ખાસ રૂમની વ્યવસ્થા ગોઠવાઇ છે. પ્રમુખ વિમલ મહેતા અને મંત્રી અમિત ઠક્કરે જણાવ્યું હતું કે, હાઇકોર્ટના પરીપત્રને ધ્યાને લઇને પાંચ-પાંચ અરજદારોના પેમેન્ટ ચેક મારફતે કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ આઇ. ડી. પટેલે પત્ર પાઠવી જાણકારી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *