એવરેસ્ટ સર કરનાર કચ્છી યુવકનું આજે રાષ્ટ્રપતિ સન્માન

Contact News Publisher

દાળ-ભાત અને થેપલાં ખાઈને એવરેસ્ટ આરોહણ કરનાર આ કચ્છી છોકરો આજે સાહસના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધી બદલ રાષ્ટ્રીય સાહસિક પુરસ્કાર પ્રાપ્ત કરવાનો છે. એક ગુજરાતી તરીકે અને ખાસ કરીને એક કચ્છી હોવાથી આ ગૌરવ લેવાની વાત છે જ અને સાથે મહારાષ્ટ્રમાંથી આ એવોર્ડ અંકે કરનાર આ એક માત્ર વ્યક્તિ છે. એડમન્ડ હિલેરી સાથે 1953માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ નેપાલી ઈન્ડીયન પર્વતારોહક તેનઝિન્ગ નોર્ગેના સન્માનમાં દેશના યુવાનોને એડવેન્ચર ક્ષેત્રે પ્રોત્સાહન આપવા નેશનલ સ્પોર્ટસ ડે એ ભારત સરકાર અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ અને ખેલરત્ન સાથે આ એવોર્ડ પણ પ્રદાન કરે છે.

એર, લેન્ડ અને સી ફીલ્ડમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર સાહસવીરને સરકારના યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ મીનીસ્ટ્રીના પદાધિકારીઓ સિલેકટ કરે છે, જેમાં 2019ની 16 મેએ એવરેસ્ટ અને એના ફકત 6 દિવસ બાદ એટલે કે 21 મે એ દુનિયાનો ચોથો ઉંચો પર્વત લહોત્સે સર કરનાર કેવલ કકકાની પસંદગી થઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં 2002માં મુંબઈના ગુજરાતી માઉન્ટેનિયર હરીશ કાપડીયાને તેનઝિન્ગ નોર્ગે નેશનલ એડવેન્ચર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અપાયો હતો.
મુલુંડમાં રહેતા 27 વર્ષના કેવલે કહ્યું કે ‘આમ તો આ એવોર્ડ સેરેમની રાષ્ટ્રપતિભવનમાં થાય, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે માનનીય રાષ્ટ્રપતિ દરેકને વર્ચ્યુઅલી આ સન્માન આપશે. એ માટે હું મંત્રાલય જઈશ. મને આને માટે ખાસ બ્લેઝર અને ટાઈ આપવામાં આવ્યાં છે. આ આખો કાર્યક્રમ ખૂબ સિસ્ટમેટીકલી થાય છે જેનું મને ગુરુવારે રિહર્સલ કરાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *