કચ્છ એક એવો મલક જયાં પાણી સાથે થાય છે પ્રીત

Contact News Publisher

સમગ્ર ગુજરાતમાં વરસાદ વેરી થયો છે ત્યાં ગુજરાતમાં એક જિલ્લો એવો છે જયાં લોકો પાણી સાથે પ્રીત કરે છે. ભાદરવાના ભુસાકા સાથે પાણીથી તરબોળ થયેલા કચ્છમાં પણ સાવન મન મુકીને વરસ્યો છે. જેને કારણે કચ્છનાં પાટનગર ભુજમાં પણ પાણીની સારી એવી આવક થઈ છે. જેને પગલે માત્ર ભુજમાં જ નહીં પરંતુ દેશ-પરદેશમાં વસતા કચ્છીઓની લાગણી સાથે જોડાયેલા હમીરસર તળાવ રવિવાર મધરાતે છલકાય ગયું છે. જેને લીધે સમગ્ર કચ્છમાં ઉત્સવ મનાવાઈ રહ્યો છે. સોમવારે સવારે ભુજનાં પ્રથમ નાગરિક એવા નગર પાલિકાના પ્રમુખે વિધિસર હમીરસર ઓગણ્યાનાં (કચ્છીમાં તળાવ છલકાય એને ‘ઓગણ્યું’ કહેવાય છે) ઓવારણાં લઈને પૂજા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એક સમયે હમીરસર ઓગણ્યાની પહેલી વધામણી આપનારને કચ્છના રાજા તરફથી ભેટ સોગાદ આપવામાં આવતી.

કચ્છ. નામ કાને પડતા જયાં રણ અને બાવાળીયા નજરે પડતા હતા એવા સૂકા મલક એવા કચ્છમાં ભૂકંપ બાદ વરસાદની સ્થિતિ બદલાઈ છે. જેને કારણે પાણીને ભગવાનની જેમ પૂજતા કચ્છી માડુ પાણી સાથે પ્રીત કરી હોય તેવી લાગણીથી જોડાયેલા છે. અને કદાચ એટલે જ અનરાધાર વરસાદને પણ અહીંના લોકો મેઘોત્સવ તરીકે ઉજવે છે. ભુજનાં તળાવમાં પાણી આવે અને તે છલકાય તે વચ્ચે દેશ વિદેશમાં વસતા કચ્છીઓ એકબીજાને ફોન જે મેસેજ કરીને પૂછતાં હોય છે કે, હમીરસર ઓગણ્યું કે નહીં…?
હમીરસર તળાવમાં આવેલા નવા નીર સાથેની કચ્છીઓની પ્રીત પણ એટલી જબજસ્ત હોય છે કે ઉત્સવની જેમ ઉજાણી કરવા માટે લાડું બનાવાય છે. જેને મેઘલાડુ કહે છે. ભુજમાં વસતા તમામ સમાજનાં લોકો ભેગા થાય છે અને વરસાદની વધાઈ આપીને મેઘલાડુનું જમણ કરતા હોય છે. કચ્છની સાથે સાથે કચ્છીઓ જયાં સૌથી વધુ જોડાયેલા છે તેવા મુંબઈમાં પણ ઘેર ઘેર લાપસીના આંધણ થતા હોય તે પરંપરા હજુ પણ યથાવત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *