કચ્છમાં ચાર હજાર વર્ષ પૂર્વે પણ દૂધ ડેરીનું હતું અસ્તિત્વ

Contact News Publisher

ભારતની દૂધની રાજધાની અને શ્ર્વેતક્રાંતિના પારણા તરીકે ગુજરાત આજે જાણીતું છે, પણ કચ્છમાં મેચ્યોર હડપ્પન લાઈટ કોટડા ભડલી ખાતેથી મળી આવેલા અવશેષો સૂચવે છે કે આ પ્રદેશ ડેરીથી અજાણ્યો નહોતો. 2000 અને 1950 બીસીઈ વચ્ચેના ગાળાના 4000 વર્ષ પહેલા માનવના વસવાટવાળા આ સ્થળે મળી આવેલા ખોદકામ દક્ષિણ એશિયામાં દૂધ ઉત્પાદન પ્રવૃતિના સીધા પુરાવા આપે છે.

પ્રતિષ્ઠિત જર્નલ સાયન્ટીફીક રિપોર્ટસમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસમાં સંશોધકોએ 59 સિરેમીક પોટરીના 59 નમુનાની રાસાયણીક એનાલીસીસ રજૂ કરી હતી. આ કેમ્પસમાં સી16 અને સી18 ફેરી એસીડ અને એબ્સોર્સ્ડ લિપિડ રેસીડયુના મિલ્ક કમ્પાઉન્ડ જોવા મળ્યા હતા. કેનેડાની ટોરન્ટો યુનિવર્સિટીના સંશોધકો કલ્યાણ શેખર ચક્રવર્તી અને હીયર એમ.એસ.મિલર અને હેમિલ્ટન યુનિવર્સિટીના ગ્રેગ એફ ફલેટર તથા પુણેની ડીસીપીઆરઆઈના પ્રબોધ શિરવાલાર અને વરિષ્ઠ પુરાતત્વવિદ યદુવીર સિંહ રાવતનો સંશોધકોમાં સમાવેશ થતો હતો. ગુજરાતના આર્કિયોલોજી વિભાગમાં પુર્વ ડિરેકટર ડો. વાય.એસ.રાવતે જણાવ્યું હતું કે 2010 થી 2013 વચ્ચે કચ્છમાં ખોદકામ કરાયેલી સાઈટનો કાળ જુદી જુદી સંસ્કૃતિઓના સંગમના કારણે સિંધુ સભ્યતા-સંસ્કૃતિના એક ભાગ ગણી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *