7November2020 : કચ્છ જિલ્લા નોંધ

Contact News Publisher

# સમાચાર 01

૦૧-અબડાસા મતવિસ્તાર પેટા ચુંટણી-૨૦૨૦
મતગણતરીની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજાઇ
0 0 0 0
ત્રણ કાઉન્ટીંગ હોલ સાથે મતગણતરી કેન્દ્ર સજ્જ
ભુજ, શનિવારઃ
આજરોજ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને ૧-અબડાસા મતવિસ્તાર પેટા ચુંટણી ૨૦૨૦ની મતગણતરીની કામગીરીના સુચારૂ આયોજનની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
તા.૧૦/૧૧/૨૦૨૦ના રોજ સવારે ૮ કલાકે સીવીલ એન્ડ એપ્લાઈડ મીકેનીકલ બિલ્ડીંગ સરકારી ઈજનેરી કોલેજ, ભુજ ખાતે હાથ ધરવામાં આવનાર મતગણતરી કેન્દ્રમાં ૪૩૧ મતદાન મથકોના મતોની ગણતરી કરાશે. કુલ ત્રણ કાઉન્ટીંગ હોલમાં થનાર ગણતરી પૈકી બે હોલમાં ઈવીએમ મશીન અને ૧ હોલમાં પોસ્ટલ બેલેટની મતગણતરી કરાશે. સમયબધ્ધ અને તબક્કાવાર સુચારૂ રીતે મતગણતરીની કામગીરી પૂર્ણ કરવા તેમાં સંકળાયેલ કચેરીઓ અને અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. તેમજ નાયબ ચુંટણી અધિકારીશ્રી એમ.બી.પ્રજાપતિએ અમલીકરણની કામગીરી અને આગોતરા આયોજનનો તાગ મેળવી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પુરા પાડયા હતા.
મતગણતરીના દિવસે જરૂરી સંશાધનો, ભૌતિક સગવડો તેમજ સંકળાયેલ કર્મીઓ, ઉમેદવારો અને અધિકારીઓ અને સ્થળ તમામને નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની ગાઈડલાઇન અનુરૂપ તૈયાર કરી તેમજ તેને અનુસરીને આ ગણતરી કરવામાં આવનાર છે.
અંદાજે ૩૨ રાઉન્ડમાં થનાર કાઉન્ટીંગ અને તમામ કામગીરીમાં અંદાજે ૭૦૦ જેટલા ચુંટણી કર્મીઓ આ દિવસે ફરજ નિભાવશે.
આ બેઠકમાં સર્વશ્રી પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ, નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, અબડાસા મતવિસ્તાર ચુંટણી અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવત, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગૌરવ પ્રજાપતિ તેમજ સબંધિત કચેરીઓના સંકળાયેલા અધિકારી સર્વશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

# સમાચાર 02

મત ગણતરીના દિવસે વાહનોના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો
ભુજ, શનિવારઃ
તાજેતરમાં થયેલ કચ્છ જિલ્લાના અબડાસા-૧ વિધાનસભા પેટા ચુંટણી-૨૦૨૦ના મત ગણતરી ભુજ ખાતે આવેલ સરકારી એન્જિનિયરીંગ કોલેજ ખાતે કરવામાં આવનાર છે. આ મતગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તેમને મળેલ સતાની રૂએ ફરમાવેલ છે કે, તા.૧૦/૧૧/૨૦૨૦ના કલાક ૦૬.૦૦ થી મતગણતરી પુર્ણ થયાના બે કલાક સુધી કોઇપણ ભારે વાહનો ભગવતી હોટલ ચાર રસ્તાથી ઓર્થોપેડિક હોસ્પિટલ રોડ એન્જિનિયરીંગ કોલેજ સુધી. સહયોગનગર ચાર રસ્તા મુખ્ય રોડથી એન્જિનિયરીંગ કોલેજ સુધી વાહનો પસાર થઇ શકશે. વૈકલ્પિક વ્યવસ્થા માટે એરપોર્ટ રોડ ઉપર સહયોગનગર થઇ રોટરી નગર તરફ જઇ શકશે. ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉમેદવારો તથા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ અવર જવર કરી શકશે તેમજ સરકારી કોલેજમાં અભ્યાસ કરતા તથા વસવાટ કરતા વ્યકિતઓ અવર જવર કરી શકશે.
આ જાહેરનામું સરકારી ફરજ પરના વાહનો. ફાયર ફાઈટર/એમ્બ્યુલન્સ. પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ અધિકૃત કરેલ તેવા વાહનોને આ હુકમ લાગુ પડશે નહીં.

#સમાચાર 03

મત ગણતરીના દિવસે પ્રતિબંધાત્મક આદેશોનું પાલન કરવું
ભુજ, શનિવારઃ
કચ્છ જિલ્લાના અબડાસા વિધાનસભા પેટા ચુંટણીની કામગીરી તા.૧૨/૧૧/૨૦૨૦ સુધી ચાલશે. આ દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે ભારતના ચુંટણી પંચ તરફથી જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ થી તેમને મળેલ સતાની રૂએ આગામી વિધાનસભા પેટા ચુંટણીની મત ગણતરી તા.૧૦/૧૧/૨૦૨૦ના થનાર છે. મત ગણતરી મથકોની આસપાસ સવારના ૦૦.૦૦ કલાકથી મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી આદર્શ આચારસંહિતા અને કાયદોઅને વ્યવસ્થાની જાળવણી માટે મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ચાર થી વધુ વ્યકિતઓ એકઠા થઇ શકશે નહીં. સભા ભરી શકાશે નહી કે સંબોધી શકાશે નહીં અને સરઘસ કાઢી શકાશે નહીં. ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ વ્યકિત મોબાઇલ ફોન, વાયરલેસ સેટ, કોર્ડલેસ ફોન કે સંદેશા વ્યવહારના કોઇ સાધનો કે અન્ય ઈલેકટ્રોનિકસ ઉપકરણો લઇ જઇ શકશે નહીં. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ વ્યકિત વાહન લઇ જઇ શકશે નહીં. મણગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ વ્યકિત બાકસ, લાઇટર, ગેસ લાઇટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજવસ્તુઓ લઇ જઇ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.
આ હુકમ ભારતના ચુંટણી પંચ દ્વારા નિયુકત ઓબ્ઝર્વરશ્રીઓ, ચુંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ/કર્મચારીઓ તથા ચુંટણી ફરજ પરના વાહનો. ચુંટણી અધિકારીશ્રી અથવા મદદનીશ ચુંટણી અધિકારીશ્રી અથવા નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અથવા પોલીસ અધિકક્ષશ્રી દ્વારા અધિકૃત કરેલ તેવા વ્યકિતઓને આ લાગુ પડશે નહીં.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે. તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂ.૨૦૦/- નો દંડ અથવા બંને સજા થઇ શકશે.

# સમાચાર 04

: જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયામાં
ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ
ભુજ, શનિવારઃ
જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે સદર જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ ફરમાવવાનું જરૂરી જણાય છે.
જેથી ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૩) થી તેમને મળેલ સતાની રૂએ શ્રી કુલદીપસિંહ ઝાલા, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજ આ જાહેરનામા અન્‍વયેનો અમલ તા.૨૧/૧૧/૨૦૨૦ સુધીની મુદત માટેનો રહેશે તેમજ અનધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ વ્‍યકિતએ/વ્‍યકિતઓને એકી સાથે કોઇપણ જગ્‍યાએ ભેગા થઇને કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ પર બેસવા માટે મનાઇ ફરમાવી છે.
આ જાહેરનામા અન્‍વયે ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્‍યકિતઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્‍યકિતઓને, લગ્‍નના વરઘોડા તથા સ્‍મશાનયાત્રાને, અત્રેથી, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ ખાસ કિસ્‍સા તરીકે પરવાનગીને, સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનારને અધિનિયમની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સહિતા ૧૮૬૦ના પ્રકરણ-૧૦ ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

# સમાચાર 05

: જિલ્લાની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્‍યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ
ભુજ, શનિવારઃ
જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વિગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી ઉકત તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્‍થળે કેટલાક વ્‍યકિતઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્‍યકિત, ઈસમો પ્રવૃતિ કરી રહેલ હોવાનું જણાય આવેલ છે. આવો ઈરાદો રાખતા વ્યકિતઓની પ્રવેશ પર પ્રતિબંધ છે.
જેથી કુલદીપસિંહ ઝાલા, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજ આ જાહેરનામા અન્‍વયેનો તા.૨૧/૧૧/૨૦૨૦ સુધીનો રહેશે. ગુજરાત પોલીસ અધિનિયમ સને ૧૯૫૧ની કલમ-૨૨ માં અધિનિયમ કલમ-૩૭(૩) અન્‍વયે તેમને મળેલ તેમની સતાની રૂએ અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્‍યકિતઓના પ્રવેશ ઉપર મનાઇ હુકમ ફરમાવેલ છે.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ની પેટા કલમ (૩) તથા ભારતીય દંડસંહિતા ભારતના ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

# સમાચાર 06

: જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં
વધુ વ્‍યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ
ભુજ, શનિવારઃ
જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે સદર જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ કે રેલી પર મનાઇ ફરમાવેલછે.
જેથી ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૩) થી તેમને મળેલ સતાની રૂએ શ્રી કુલદીપસિંહ ઝાલા, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજ આ જાહેરનામા અન્‍વયેનો અમલ તા.૨૧/૧૧/૨૦૨૦ સુધીની મુદત માટેનો રહેશે. અનધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ વ્‍યકિતઓને એકી સાથે કોઇપણ જગ્‍યાએ ભેગા થવા, કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ, દેખાવો કરવા, કાઢવા કે રેલી પર મનાઇ ફરમાવી છે.
આ જાહેરનામા અન્‍વયે ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્‍યકિતઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્‍યકિતઓને, લગ્‍નના વરઘોડા તથા સ્‍મશાનયાત્રાને, અત્રેથી, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ ખાસ કિસ્‍સા તરીકે પરવાનગીને, સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર કોઇપણ વ્‍યકિતને અધિનિયમની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સહિતા ૧૮૬૦ના કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

# સમાચાર 07

: કોરોના વાયરસ કોવીડ-૧૯
ભુજ શહેરના ૪ વિસ્તારોને
માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
ભુજ, શનિવારઃ
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર આ વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. ભુજ શહેરમાં ઉમાનગરમાં શેરી નં.૧૧ માં આવેલ ઘર નં.૧૯૬ (શાંતિલાલ જેઠાલાલ ધોળુ) નું ઘર તથા બાજુમાં આવેલ ઘર નં.૧૯૭ (જયશ્રીબેન ખીમજીભાઇ ધોળુ) નું ઘર કુલ-૨ ઘરોને તા.૧૭/૧૧ સુધી, ભુજ શહેરમાં ભાનુશાલીનગરમાં આવેલ ઘર નં.૩૫-એ (સાકરીયા મેઘા હર્ષદ) નું ઘર કુલ-૧ ઘરને તા.૧૮/૧૧ સુધી, ભુજ શહેરમાં જેષ્ઠાનગરમાં શાળા નં.૬ ની પાછળ આવેલ અનવરહુસેન અબુબકર સાટીનું ઘર કુલ-૧ ઘરને તા.૧૮/૧૧ સુધી, ભુજ શહેરમાં લોટસ કોલોનીમાં આવેલ ઘર નં.૫૮ (કાન્તીલાલ ખેંગારભાઇ ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૧૮/૧૧ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.

Maa Ashapura News

YouTube : maa news live

Dailyhunt : maa news live

Website : maanewslive.com

Android app : maa news live

Email : jaymalsinhjadeja@gmail.com

Instagram : maanewslive_insta

Telegram : maa news live

Twitter : maa news live

Google : maa news live

Whatsapp : 94287 48643,

                    97252 06123 / 27

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *