ભુજમાં વેટરનરી કોલેજ શરૂ થશે – ખાવડા રોડ પર આવેલ બન્ની બફેલો બુલ મધર ફાર્મ, જિલ્લા મરઘા વિસ્તરણ કેંદ્ર તથા ગુશીલ કચેરીની સ્થળ મુલાકાત લેતાં વિધાનસભા અધ્યક્ષા

Contact News Publisher

આજ રોજ કચ્છ જિલ્લામાં ભુજ મુકામે તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ નવીન વેટરીનરી કોલેજના સ્થાપના અર્થે વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય દ્વારા , કચ્છ જિલ્લાના કલેકટર પ્રવીણા ડી.કે., કામધેનુ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નરેશ કેલાવાલા, પશુપાલન નિયામકના પ્રતિનિધિ ડો. રાકેશ પટેલ, નાયબ નિયામક ડો. ઠક્કર વગેરેને સાથે રાખી, તમામ બાબતોની સઘન ચર્ચા-વિચારણા કરી પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજ ભુજ મુકામે ત્વરીત શરૂ થઈ શકે તે માટે સુચનાઓ આપેલ હતી. તેઓએ ભુજ – ખાવડા રોડ પર આવેલ બન્ની બફેલો બુલ મધર ફાર્મ, જિલ્લા મરઘા વિસ્તરણ કેંદ્ર તથા ગુશીલ કચેરીની સ્થળ મુલાકાત લીધી હતી અને પશુપાલન ખાતા દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી. વિધાનસભા અધ્યક્ષાએ અગાઉ આ બાબતે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલ તેમજ પશુપાલન સચિવ નલીન ઉપાધ્યાય, નિયામક (પશુપાલન) ડો. ફાલ્ગુનીબેન ઠાકર, કુલપતિ ડો. કેલાવાલા સાથે બેઠક કરી તાત્કાલિક કોલેજ શરૂ કરવા માટે જરૂરી આવશ્યકતાઓ અંગે વિગતવાર ચર્ચા કરેલ હતી. જેના અનુસંધાને આજ રોજ સ્થળ ઉપર તમામ અધિકારીઓને સાથે રાખી કોલેજ શરૂ કરવા માટે માર્ગદર્શન આપેલ હતું.
ભુજ એ કચ્છ જીલ્લાનાં તમામ વિસ્તાર માટે કેંદ્ર સ્થળ હોઇ તેમજ બન્ન્ની તેમજ ઢોરી સહિતનાં પશુપાલનનો મુખ્ય વ્યવસાય ધરાવતા વિસ્તારો નજીક હોઇ આ સ્થળે કોલેજ શરૂ થવાથી જીલ્લાનાં તમામ તાલુકાઓને આનો મહત્તમ લાભ મળી શકે એમ છે. સમગ્ર દેશમાં ક્યાંય પણ વેટરનરી કોલેજ શરૂ કરવી હોય તો તે માટે ભારતીય પશુચિકિત્સા પરિષદની મંજુરી મેળવવી આવશ્યક હોય છે. ભારતીય પશુચિકિત્સા પરિષદ, ભારત દેશમાં પશુ ચિકિત્સા ક્ષેત્રે ના ધારાધોરણ મુજબ શૈક્ષણિક કાર્ય તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવે છે, તે માપદંડ ની ચકાસણી કરી ત્યાર બાદ પ્રવેશ માટે ની મંજુરી આપતી વૈંધાનિક સંસ્થા છે. વેટરીનરી કોલેજ શરૂ કરવા માટે રાજ્ય સરકાર તેમજ કેંદ્ર સરકાર દ્વારા જે કોઇ પણ મંજુરીઓ મેળવવાની થતી હોય તે માટે વિધાનસભા અધ્યક્ષાએ ખાત્રી આપી, આગામી સત્રથી જ ભુજમાં કોલેજની શરૂઆત કરી શકાય તે માટે અત્યારથી જ કામે લાગી જવા કુલપતીને જણાવ્યું હતું.
આ કોલેજ પશુચિકિત્સા ઉપરાંત પશુપાલન, પશુરોગ સંશોધન, વિસ્તરણ વગેરે ક્ષેત્રે પણ નમુનારૂપ કામગીરી કરી જીલ્લાનાં તેમજ સમગ્ર રાજ્યનાં પશુપાલન વ્યવસાય નાં વિકાસ માટે કામ કરતી અગ્રણી સંસ્થા બને તે માટે સુચનો કર્યા હતા.
સ્ટોરી બાય
ભુજ બ્યુરો
માઁ આશાપુરા ન્યુઝ
ભુજ કચ્છ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *