ભુજથી હવાઈ યાત્રા સસ્તી બની : ટિકિટ દરમાં ૧૫૦૦નો ધરખમ ઘટાડો

Contact News Publisher

એર ઈન્ડિયા દ્વારા ભાવનગરથી ભુજની એર ટિકીટના ભાડામાં ૩૫૦૦થી ઘટાડી રૂ. ૨૦૦૦ કરતા કચ્છી માડુઓમાં હર્ષની લાગણી છવાઈ છે. મુંબઈથી ભાવનગર થઈ પાલીતાણા જતા જૈન યાત્રાળુઓને પણ આ સગવડનો ઘણો લાભ મળશે અને સમયનો પણ બચત થશે.

ભાવનગર કચ્છ સમાજના પ્રમુખ સહિતનાઓ દ્વારા ભાવનગર એરપોર્ટના નિર્દેશક તથા મેનેજર સાથે મુલાકાત કરી અને ભાવનગર ભુજ એર ટિકીટ ભાડા અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળને પણ રજુઆત કરી હતી. ત્યારે, ભાડામાં ઘટાડો કરાતા રાહત થઈ છે પણ હજુ પણ જો આ રૂટની ફલાઈટને રિજયોનલ કનેકટીવીટી સ્કીમ હેઠળ લઈ જવામાં આવે તો ભાવનગર ભુજની એર ટિકીટના દર હજુ પણ રૂપિયા ૧૫૦૦ ની નીચે લાવી શકાય. કારણ કે હાલમાં ભાવનગર ભુજ રોડ મુસાફરી કરવામાં અંદાજે ૭થી ૮ કલાક લાગે અને કારમાં એક પરિવાર અંદાજે રૂ.૨૫૦૦ના ખર્ચથી પહોંચી શકે. તેની સરખામણીમાં હવાઈ મુસાફરી વધુ લોક ભાગ્ય બનાવવી હોય તો આ હવાઈ મુસાફરીને આરસીએસ સ્કીમ હેઠળ લાવી અને ટિકીટના દર રૂ.૧૧૦૦ આસપાસ થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *