ભાજપનો આંતરિક જુથવાદ, પાલિકાની નિષ્ક્રિયતા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સત્તા પરીવર્તન લાવી શકે

Contact News Publisher

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કચ્છમાં કાતિલ ઠંડીના સામ્રાજય વચ્ચે રાજકીય ગરમાવો દેખાઈ રહ્યો છે, તે જ રીતે દરેક તાલુકાના દરેક શહેરમાં પેઇજ પ્રમુખની વરણીના ધમધમાટ શરૂ થયો છે ત્યારે આ વખતે મુખ્ય સત્તા પક્ષ પરત્વે લોકોમાં ચોક્કસપણે નારાજગી દેખાઈ રહી છે.

આ વખતે ભાજપ પ્રત્યે લોકોની નારાજગી પાછળ પાલિકા તંત્રનો અણધડ વહીવટ અને કાર્ય ઉદાસિનતા કહી શકાય, તો બીજી તરફ ભાજપમાં રહેલો અંદરનો આંતરિક જુથવાદ મુખ્ય પરિબળ છે, ભાજપના કાર્યકર્તાઓની નારાજગી હમણાં પાછલા કેટલાક સમયથી સ્પષ્ટ જોવા મળી રહી છે, તો બીજી તરફ છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કોંગ્રેસે બહુ નાના સરસાઈથી પાછળ રહી હતી તેમજ હાલમાં જ અબડાસા વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે જે રીતે દેખાવ કર્યો હતો જે પર થી લોકોની સત્તા પક્ષ ભાજપ તરફેની નારાજગી ચોક્કસપણે સામે આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હવે સત્તામાં રહેલા ભાજપ પક્ષ દ્વારા કાર્યલક્ષી અભિગમ નહીં અપનાવે કે વર્ષોથી અટકેલા કામો પ્રત્યે હવે ગંભીરતા નહીં દાખવે તો આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પરિણામ કઇંક જુદા જોવા મળે તો નહી નહીં તેવો મત પ્રબુદ્ધ નાગરિકોએ વ્યક્ત કર્યો છે.

1 thought on “ભાજપનો આંતરિક જુથવાદ, પાલિકાની નિષ્ક્રિયતા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સત્તા પરીવર્તન લાવી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *