કોરોના મહામારી વચ્ચે ૧૦૯ દિવસ બાદ રણોત્સવનું સમાપન

Contact News Publisher

કોરોનાની મહામારીના માહોલ વચ્ચે ૧૦૯ દિવસ સુધી ચાલેલા ધોરડો ખાતે રણોત્સવનું સમાપન થયું છે. કોરોનાના કારણે ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.

વડાપ્રધાનની ધોરડોના પ્રદર્શન સ્ટોલની મુલાકાત તેમજ ગૃહમંત્રીએ સરપંચ સંવાદ યોજાયો હતો. તેમજ કેન્દ્રીય મંત્રીની શિબિર યોજાઈ હતી અને દેશ, રાજ્યના અનેક વરિષ્ઠ અધિકારીઓએ રણનો નજારો માણ્યો હતો. ૧૨ નવેમ્બરથી રણોત્સવનો આરંભ થયો હતો. કોરોના મહામારી વચ્ચે રણોત્સવ ઉજવાતા અગાઉના વર્ષની સરખામણીએ ઓછા પ્રવાસીઓએ સફેદ રણનો નજારો માણ્યો હતો. રણોત્સવમાં તંબુનગરી સાથે વિવિધ પ્રકારના સ્ટોલ, પ્રદર્શનપણ યોજાયો હતો. ૧૦૯ દિવસ સુધી પ્રવાસીઓની મુલાકાત ઉપરાંત મહાનુભાવો, ફિલ્મી કલાકારો તેમજ નેતાઓએ કાર્યક્રમ યોજાયો હતા, સરકારી બેઠકો પણ યોજાઈ હતી. અહીં ફિલ્મનું શુટીંગ તેમજ અનેક આલ્બમ સોંગ અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સફેદ રણમાં પાણી સુકાયા હતા. મકરસંક્રાતિ સહિતની રજાઓ દરમ્યાન પ્રવાસઓની સંખ્યા વધી હતી. પુનમની રાત્રે સોળે કળાએ ખીલેલી ચાંદનીનો નજારો પ્રવાસીઓએ માળ્યો હતો અને સફેદ ચાદર પરની સહેલગાહ યાદગાર રહી હતી. ૨૮ ફેબ્રુઆરીના રણોત્સવનું સમાપન થઈ જતાં તંબુનગરી, રિસોર્ટ સહિતના કલસ્ટરો પણ બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *