ભાદર તારાં વહેતાં પાણી, ભાજપ તારાં વળતાં પાણી !

Contact News Publisher

આજે સોમવાર, 19 જુલાઈ – 2021

આતો ઓલી વાત કે રાત નાની ને વેશ ઝાઝા,

આજે ચોમાસુ સત્ર શરૂ થયું અને જેની ધારણા હતી એનાં કરતાં વધુ હોબાળો થયો સંસદમાં.

સંસદની વાત કરું એ પહેલાં કચ્છની વાત કરી લઉં તો આજે કચ્છમાં એક વાતની ચર્ચા થઈ કે ,

” કચ્છમાં બેડાં યુગ સમાપ્તિ ભણી ”

પણ આપ સૌ હોશિયાર છો , અને જાણકાર છો એટલે આ વાત કેટલી સત્ય છે એની ચર્ચા કરવી તમારો સમય બરબાદ કરવા જેવી છે. જાઓ કચ્છનાં ઘણાં ગામડાં જ્યાં બેડાં માથે લઈને નાનકડી દીકરીઓ અને મહિલાઓ આજે પણ સવાર સાંજ જોવા મળે છે.

અને અને માની લો કે સત્ય છે , તોય પણ ડૂબી મરવા જેવી વાત છે – કેમકે આઝાદીનાં સાડા સાત દાયકા પછી આપણે લખવું કે કહેવું પડે અને એ પણ એ રાજ્યમાં જ્યાં વર્ષોથી ભાજપનું સાશન રહ્યું હોય.

માત્ર ભૂતકાળ કે વર્તમાન કે ભવિષ્યની વાત ન કરતાં ખાલી આજની વાત જ કરીએ તો પણ આજનું ચિત્રણ ભાજપનાં વળતાં પાણી જેવું દેખાયું!

હાલ વરસાદ ની મોસમ છે ત્યારે ભાદર તારાં વહેતાં પાણી યાદ આવી જાય – પણ આ વાતને આજનાં સંદર્ભે જોતાં કહેવાય કે ” ભાજપ તારાં વળતાં પાણી ”

કચ્છી ભાષામાં એક શબ્દ છે ‘ બાઘો ‘ બાઘા થઈ જવું એટલે અફરાતફરીમાં ગમે એવા નિર્ણયો લઈ લેવા.

ભાજપ સરકારે હાલ જ કેન્દ્રમાં પોતાની જૂની વાત કે ફેરવી તોડી , પહેલાં કહેવાયું હતું કે ” મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ ”

પણ આતો રાજકારણ કહેવાય, અહીં કાયમ કોઈ વાત ઉપર ન રહેનાર રાજકારણી સારી રીતે પ્રજા ઉપર સાશન ચલાવી શકે છે.

BJP સરકારે મંત્રી મંડળમાં ફેરફાર કર્યો જેને ઘણાંએ એમ કહીને હસી કાઢ્યો કે ડબ્બા બદલાયાં – એન્જીન એ જ છે.

હાલ ગુજરાતમાં જે ચિત્રણ છે એ જોતાં એમ લાગે છે કે BJP ને AAP  થી ડર લાગી રહયો છે.

આપ નાં કાર્યકર્તાઓ ઉપર કથિત હુમલા, હોર્ડિંગ્સ ફાડી નાંખવા કાં એમાં ચેડાં કરવા,

આ બધું જો સત્ય હોય તો એક વાત ચોક્કસ છે કે BJP બોખલાહટ માં છે.

અને એટલે જ ક્યાંક ને ક્યાંક સંભળાઈ રહ્યું છે કે

” ભાદર તારાં વહેતાં પાણી,

ભાજપ તારા વળતાં પાણી. ”

આજે ચોમાસુ સંસદ સત્રમાં સૌને એમ હતું કે વિપક્ષ સરકારને મોંઘવારી કે કોરોના મુદ્દે ઘેરશે – પણ આ તો થેલા માંથી pegasus સ્પાઈવેર નીકળ્યો !

આજનું સંસદ ફોન ટેપને લઈને વિવાદમાં રહ્યું,

આંતરરાષ્ટ્રીય મીડિયાએ દાવો કર્યો કે સરકારે pegasus સ્પાઈવેર દ્વારા ભારતમાં જજ , 40 પત્રકાર , કેન્દ્રીય મંત્રી , વિપક્ષ અને બિઝનેસમેન સહિતના ટોચનાં લોકોનાં ફોન હેક કરવામાં આવ્યા છે.

જોકે આ આક્ષેપો પાયા વિહોણા છે એમ સરકારે પોતાનાં બચાવમાં કહ્યું.

કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ કહ્યું કે વિપક્ષ ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરે છે.

સરકાર આક્ષેપો નકાર્યા, પણ આંતરરાષ્ટ્રીય મીડિયા ‘ ધ વાયરે ‘ દાવો કર્યો કે અમુક ફોન હેક થયા જ છે.

આંતરરાષ્ટ્રીય મીડિયાએ દાવો કર્યો કે pegasus સ્પાઈવેર દ્વારા ભારતમાં અમુક લોકોના ફોન હેક થયાં છે.

આ ફોન હેક કેમ થાય એ વિશે ટૂંકમાં જણાવીએ તો,

આ pegasus સ્પાઈવેર ઇઝરાયેલ સાયબર સિક્યુરિટી કમ્પનીએ તૈયાર કર્યો , અને જેને ઇઝરાયેલ વેપન એટલે કે હથિયાર તરીકે ઉપયોગમાં લે છે. જો પેગાસસ તમારાં સ્માર્ટ ફોનમાં દાખલ થાય તો ફોન ઉપયોગમાં લેનારનું લોકેશન, msg , કેમેરા, માઈક્રોફોન બધું જ હેક થઈ શકે છે !

જણાવી દઈએ કે વિપક્ષ પાસે અગાઉથી જ કિસાન આંદોલન ,મોંઘવારી , કોરોના અને લોકડાઉનમાં દેશની કથળેલી સ્થિતિ જેવા અનેક મુદા છે જ એમાં વળી આ ઇઝરાયેલનો પેગાસસ BJP ની ઊંઘ હરામ કરી નાંખી.

ગુજરાતમાં ડોકિયું કરીએ તો આપ અને ઈશુદાન હાલ ગુજરાત સરકારને ઊંઘમાં પણ આવતાં હશે!

જન સંવેદના યાત્રા કરીને AAP નાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ગુજરાતમાં ફરી વળ્યાં છે , લોકોનો ક્યાંક સાથ તો ક્યાંક ભાંઠા મળી રહ્યા છે – પણ એક વાત સ્વીકારવી પડે કે ઝાડુ એ BJP નું ઘમંડ સાફ કરી નાખ્યું છે દિલ્હીમાં ,અને એની શરૂઆત હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.

સામાન્ય રીતે ગુજરાતમાં BJP અને કોંગ્રેસ સિવાય ત્રીજો વિકલ્પ ચાલ્યો નથી, પણ 2022 માં આપ અને અન્ય પક્ષો નવાજુની કરે તો નવાઈ નહીં.

આપમાં હાલ મોટા અને નામાંકિત લોકો જોડાવા લાગ્યા છે , મહેશ સવાણી , ઈશુદાન અને આજે વધુ એક ચહેરો કોંગ્રેસ માંથી સસ્પેન્ડ , પાટીદાર આંદોલન નેતા, હાર્દિક પટેલનો વિશ્વાસુ નિખિલ સવાણી આપ માં જોડાયો છે.

BJP ને જોતા ઓલી જાહેરાત યાદ આવે – કુછ નયા કરતે હૈ !

નોટબંધી હોય , સરકારી ખાતાં પ્રાઇવેટને આપવાની વાત હોય, એમાં વળી આજે નવો ઉમેરો થયો,

250 વર્ષ જૂનો કાયદો ભાજપ સરકારે બદલાવ્યો , હવે જાહેર પ્રોજેકટ માટે સેના પાસેથી જમીન ખરીદી શકાશે, 1765 પછી આ નિર્ણય ભારતમાં પ્રથમવાર લેવાયો છે ! હવે લશ્કર પણ સમાવિષ્ટ થયું આ બદલાવમાં !

આશા રાખીએ સરકાર એવું ઘણું બધું કરશે જેની ભારતનો યુવા 74 વર્ષથી વાટ જોઈ રહ્યો છે, આશા રાખીએ અંગ્રેજોના કાયદા જે હજુ પણ ભારતમાં ચાલુ છે એમાં પણ બદલાવ લાવે BJP સરકાર. આશા રાખીએ કે રાષ્ટ્ર દ્રોહનો કાયદો પણ રદ કરે સરકાર.

આક્ષેપો થઈ રહ્યા છે કે પોલીસ અને વહીવટી તંત્ર રાષ્ટ્રદ્રોહનાં કાયદાનો દુરુપયોગ કરે છે, સુપ્રીમ કોર્ટ પણ કેન્દ્ર સરકારને રાષ્ટ્રદ્રોહના કાયદાને નાબૂદ કરવા કહી દીધું છે, જોઈએ ક્યારે નિર્ણય આવે છે.

સરકાર કોરોનામાં નિષ્ફળ અને ખાનગી હોસ્પિટલો લોકોને ખંખેરવામાં સફળ થઈ છે (જેમાં અમુક ખાનગી હોસ્પિટલ અપવાદ પણ છે), બાકી આપ જાણીને ચોંકી ઉઠશો કે ,સરકારી કેન્દ્રોમાં રસીકરણ બંધ અથવા ધીમું પડ્યું છે અને ખાનગી હોસ્પિટલને જલ્સા થઈ પડ્યા છે, વિગતો મળી છે કે

ગુજરાતમાં 4 લાખથી વધુ લોકો ખાનગી હોસ્પિટલમાં રસી લીધી, માત્ર ગુજરાતમાં 34 કરોડની રસી વેચાઈ છે  જેમાં ખાનગી હોસ્પિટલને 6 કરોડ જેટલો નફો થયો હોવાનાં દાવા news દ્વારા કરાયાં છે.

કાયમ બોલવામાં માનતી BJP સરકાર હવે અમને પણ સાંભળો એવી આજે વિપક્ષને વાયા મીડિયા રજુઆત કરી હતી.

ચોમાસુ સત્ર પહેલાં મોદીએ મીડિયા સમક્ષ કહ્યું કે સવાલો પૂછો પણ સામે જવાબ આપવાની તક પણ આપો.

જતાં જતાં સમાચારો ટૂંકમાં :

# ભ્રષ્ટાચારનાં પૂરાવા , ગુજરાતમાં કોઈપણ શહેર કે ગામડા માંથી ACB ને ફરિયાદ કરી શકાશે ,

9099911055 ACB નો વોટ્સએપ છે જેમાં વિગતો અને પૂરાવા મોકલી શકાશે ,

ફરિયાદી વોટ્સએપ સિવાય પેનડ્રાઈવ , CD પણ મોકલી શકશે,

# હૈદરાબાદ એરપોર્ટ ઉપર સાનિયા મિર્ઝા તિરંગા સાથે ટોક્યો ઓલીમ્પિક માં જવા રવાનાં ,

# આજે રાહુલે સતા પક્ષને આડે હાથ લઈને કહ્યું કે કોરોના અને લોકડાઉનમાં લોકો ભૂખ્યા રહ્યા , અને BJP રોજ નવો જુમલો લાવતી રહી.

# બંગાળમાં હાર થવાનાં કારણોમાં BJP નો ઓવરકોન્ફિસેન્સ જવાબદાર હોવાનું ખૂદ BJP ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ કહ્યું.

Story by : Jaam Jaymalsinh AB Jadeja
Maa Ashapura News
YouTube : maa news live
Android app : maa news live
Facebook : maa news live page / group
Instagram : maa news live
Telegram  : maa news live
Twitter : maa news live
Call: 9725206123 / 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News