શું ચાલી રહ્યું છે કચ્છ જિલ્લા પંચાયતમાં ? કોઈક જઈને ખબર તો પૂછો !

Contact News Publisher

ભુજ – કચ્છ તા. ૧૫/૦૭/૨૦૨૧

કચ્છનું રાજકારણ અને કચ્છનું વહીવટી તંત્ર સમયાંતરે વિવાદોનાં વંટોળીયામાં સપડાયા કરે છે,

આવો જ એક વિવાદ ફરી સપાટી ઉપર આવ્યો છે, પૂર્વ કચ્છ જિલ્લા પંચાયત વિરોધ પક્ષનાં નેતા વી.કે. હૂંબલ ગત ટર્મમાં અનેક સવાલો કરીને સતા પક્ષને આડે હાથે લીધેલા , હાલ જોકે ભુજ નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત ક્યાંકને ક્યાંક મજબૂત વિરોધ કરનાર સભ્યોની કમી વર્તાઈ રહી છે – જે લોકશાહી માટે જોખમી છે.

વાત મુદા ઉપર લઈ આવીએ તો વી.કે . ભીમાસર બેઠકનાં ઉમેદવાર મંજુબેન શંભુભાઈ ડાંગરના માધ્યમથી પણ જિલ્લા પંચાયતનાં સતાપક્ષ અને વહીવટી અધિકારીઓની પોલ ખુલ્લી કરી હોય એમ સણસણતા સવાલો અને એના મળેલા જવાબો મીડિયા સમક્ષ લઈ આવ્યા છે – અત્રે પ્રસ્તુત છે.

નક્કી આપ વાચકોને કરવાનું છે કે આમાં સત્ય કેટલું અને આમાં લોકશાહી ક્યાં ?

 

  • કચ્છ જીલ્લા પંચાયત દ્વારા સભ્યોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં ખુબ જ વિસંગતાઓ રહેલ છે.
  • કચ્છ જીલ્લામાં કોરોનાના કારણે માત્ર ૨૮૨ જ મરણ આજ દિવસ સુધી થયેલ છે જે જવાબ નવી પમાડે તેવો છે.
  • જીલ્લા પંચાયત સભ્યોએ પૂછેલા પ્રશ્નોનો જવાબ મનઘડત રીતે આપવાના કારણે સભ્યશ્રીઓનો વિશેષાધિકારનું હનન થાય છે.
  • સમિતિઓના ચેરમેનોને ચેમ્બર આપવી કે નહિ તેનું માર્ગદર્શન સરકાર પાસેથી મેળવવામાં આવશે તેવો જવાબ જીલ્લા પંચાયતે આપેલ છે.
  • ભીમાસર બેઠકના સભ્ય મંજુલાબેન ડાંગરે ૨૭ જેટલા પ્રશ્નો સામાન્ય સભામાં પુછેલ હતા જેના જવાબમાં ભારે વિસંગતાઓ.

 

 

કચ્છ જીલ્લા પંચાયતના તા. ૦૬/૦૭/૨૦૨૧ ના મળેલ સામાન્ય સભામાં ભીમાસર બેઠકના સભ્યશ્રી મંજુબેન શંભુભાઈ ડાંગર દ્વારા ૨૭ જેટલા પ્રશ્નો પૂછવામાં આવેલ હતા જેના જવાબો લેખિતમાં જીલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલ છે જે વાસ્તવિક હકીકતથી દુર છે અને ખોટું અર્થઘટન કરી ને મનઘડત રીતે જવાબો અપાયેલ છે જે બાબતે જીલ્લા વિકાસ અધિકારીશ્રી પાસેથી સ્પષ્ટતાઓ માંગવામાં આવશે. જે પ્રશ્નોના જવાબો અપાયેલ છે જેની વિગત નીચે મુજબ છે. 

૧)    દુધઈ ગામે ૧૦૦૦ એકર થી વધારે જમીન ગૌચરની નીમ થયેલ છે જે જમીન ઉપર બિલકુલ દબાણો થયેલ નથી તેવો જવાબ અપાયેલ છે, હકીકતમાં મોટાભાગની ગૌચર જમીનો ઉપર દબાણો થયી ગયેલ છે.

૨)    જીલ્લા પંચાયત દ્વારા ખાનગી માલિકીની બિનખેતી જમીનોમાં જીલ્લા પંચાયત દ્વારા વિકાસ કામો કરી શકાય કે નહિ તેના જવાબમાં જીલ્લા પંચાયતે જણાવેલ છે કે ખાનગી માલિકીની બિનખેતી જમીનમાં વિકાસ કામો કરી શકાય નહિ. પરંતુ જીલ્લા પંચાયત દ્વારા જ અસંખ્ય કામો ખાનગી માલિકો અને બિલ્ડરોની જમીનોમાં રોડ, ગટર અને પાણીના કામો કરવામાં આવી રહેલ છે. 

૩)    કોરોનાના કારણે કચ્છ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ્લ કેટલા મરણ થયેલ છે જેના જવાબમાં જીલ્લા પંચાયતે જણાવેલ છે કે તા. ૨૮/૦૬/૨૦૨૧ સુધીમાં માત્ર ૨૮૨ લોકો કોરોનાના કારણે મરણ પામેલ છે તેવો જવાબ અપાયેલ છે જે જવાબ કઈ રીતે માની શકાય. કારણ કે ખુબ જ મોટી સંખ્યામાં કોરોનાના કારણે લોકોના મરણ થયા છે જેની માહિતી જ જીલ્લા પંચાયતના આરોગ્ય વિકાસ પાસે નથી જે ખુબ જ ગંભીર બાબત છે અને બીજી તરફ જીલ્લા પંચાયતે જવાબમાં વિશેષ જણાવેલ છે કે અમોએ તાલુકા હેલ્થ ઓફિસરો પાસેથી મરણ થયેલની વિગત મંગાવેલ છે તો અત્યાર સુધી જીલ્લા પંચાયત પાસે કોઈ માહિતી જ નથી. જેની નવાઈ લાગે છે. 

૪)    મંજુલાબેન દ્વારા પુછાયેલ પ્રશ્ન મુજબ જીલ્લા પંચાયતમાં કયા-કયા પદાધિકારીને ચેમ્બર ફાળવવાની જોગવાઈ છે જેમાં જીલ્લા પંચાયતે જવાબ આપેલ છે કે માત્ર જીલ્લા પંચાયતના પ્રમુખ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને જ ચેમ્બર આપવાની જોગવાઈ છે. સમિતિઓના ચેરમેનોને ચેમ્બર આપી શકાય કે કેમ તેનું માર્ગદર્શન સરકારશ્રીમાંથી મેળવી અને સમિતિઓના ચેરમેનોને ચેમ્બર ફાળવવા બાબતે નિર્ણય લેવામાં આવશે. જેથી જ્યાં સુધી સરકારશ્રીનું માર્ગદર્શન ના આવે ત્યાં સુધી કોઈ પણ સમિતિઓના ચેરમેનને ચેમ્બર ફાળવવામાં ના આવે તેવી માંગ ડી.ડી.ઓ. પાસે કરવામાં આવશે.

૫)    જીલ્લા પંચાયત દ્વારા જીલ્લા પંચાયત હસ્તેના ૯૬ રસ્તાઓ એવા છે કે જે ૭ થી ૧૦ વર્ષ સુધીમાં કોઈ રિસરફેસિંગ કરવામાં આવેલ નથી. અને ભીમાસર – ટપ્પર ગામના એપ્રોચ રોડ પણ ભૂકંપ બાદ કરવામાં આવેલ નથી. તેમ છતાં ખોટી માહિતી આપી ૨૦૦૯-૧૦ માં આ બન્ને ગામમાં એપ્રોચ રોડનું રિસરફેસિંગ કરવામાં આવેલ છે જે પણ વિસંગતા છે જેની સ્પષ્ટતા માંગવામાં આવશે. 

૬)    જીલ્લા પન્ચ્યાત સભ્ય મંજુલાબેન દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન મુજબ ગ્રામ પંચાયત તેમના સ્વભંડોળમાંથી પાંચ લાખ ઉપરના કામો કરી શકે કે કેમ જેના જવાબમાં પણ તા. ૨૯/૦૮/૨૦૧૨ ના પંચાયત વિભાગના પરિપત્રનો હવાલો આપી અને ગ્રામ પંચાયતો સ્વભંડોળમાંથી પાંચ લાખથી ઉપરના કામો ના કરી શકે તેવો જવાબ આપેલ છે, હકીકતમાં આ પરિપત્ર સરકાર કે તાલુકા/જીલ્લા પંચાયતના મંજુર કરેલ કામો વગર ટેન્ડરે ગ્રામ પંચાયતોને પાંચ લાખ રૂપિયા સુધી આપી શકાય તેવો છે ખોટું અર્થઘટન કરી આ પરિપત્રના આધારે ગ્રામ પંચાયતો સ્વભંડોળમાંથી પણ પાંચ લાખ ઉપરના કામો ના કરી શકે તેવો જવાબ આપેલ છે જે વિસંગતાઓ ભરેલ છે જેનો ખુલાસો પણ માંગવામાં આવશે.

૭)    મંજુલાબેન ડાંગરના પ્રશ્નના જવાબમાં જીલ્લા પંચાયત દ્વારા જવાબ અપાયેલ છે કે કચ્છની કુલ્લ ૬૩૦ ગ્રામ પંચાયતો પૈકી એક પણ ગ્રામ પંચાયત આજ દિવસ સુધી GEM પોર્ટલમાં રજીસ્ટર થયેલ નથી, તેમ છતાં તાલુકા/જીલ્લા પંચાયતો દ્વારા ગ્રામ પંચાયતોને GEM પોર્ટલ મારફતે ખરીદી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. હકીકતમાં ગ્રામ પંચાયતો પાસે કવોલીફાઇડ સ્ટાફ જ નથી, તેના લીધે માલસમાન ખરીદીમાં મોટો વિલંબ ઉભો થાય છે. હકીકતમાં GEM પોર્ટલ મારફતે માલ ખરીદી કરવામાં આવે તો તે માલસામાન બજારભાવ કરતા પણ ઊંચા ભાવ આવે છે જે પંચાયતોને પણ નુકસાનકારક છે જેથી પંચાયતો સમયસર કામ પણ કરી શક્તિ નથી. જેથી ગ્રામ પંચાયતોને ઓથોરાઈઝડ ડીલર પાસેથી ઓફલાઈન માલ ખરીદ કરવાની મંજુરી આપવામાં આવે તેવી માંગ જીલ્લા પંચાયત પાસે કરવામાં આવશે.

જીલ્લા પંચાયતના સભ્યોને જીલ્લા પંચાયત પાસેથી પ્રશ્નો પૂછવાનો અધિકારો છે અને તેના આધારો સાથે જવાબો આપવાની જવાબદારી જીલ્લા પંચાયતની છે તેમ છતાં યોગ્ય જવાબ ના આપી અને સભ્યશ્રીઓનો વિશેષાધિકાર હનન થાય છે. આ બાબતે જીલ્લા પંચાયત દ્વારા સભ્યશ્રીઓને વિગતવાર અને આધારો સાથે જવાબ અપાય તે જરૂરી છે. આ વિગત ભીમાસર જીલ્લા પંચાયતના સભ્યશ્રી મંજુલાબેન ડાંગર તરફથી અમારી પાસે આવતા સમગ્ર કચ્છના લોકોને જાણકારી મળે તે માટે આ અખબારી યાદીને પ્રસિદ્ધ કરવા વિનંતી કરવામાં આવે છે. એવું કહીને  વી.કે.હુંબલ –પૂર્વ વિપક્ષ નેતા કચ્છ જી.પં આ અખબારી યાદી maa news live ને મોકલી ત્યારે એને અક્ષરશઃ આપની સમક્ષ રજૂ કરી છે.

લોકશાહી માટે વિરોધ પક્ષ અને મીડિયા પાવરફૂલ હોવા જોઈએ … પણ અફસોસ કે વિરોધ પક્ષને લકવો થયો છે અને અપવાદ બાદ કરતાં મીડિયા કોમામાં છે !

Story by : Jaam Jaymalsinh AB Jadeja
Maa Ashapura News
YouTube : maa news live
Android app : maa news live
Facebook : maa news live page / group
Instagram : maa news live
Telegram : maa news live
Twitter : maa news live
Call: 9725206123 / 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *