ગુજરાતના આ મહારાજાએ ગુજરાતની પહેલી 1 કરોડની ઇલેક્ટ્રીક કાર mercedes benz ખરીદી

Contact News Publisher
મહારાવની પસંદગીની કાર પાસે એમનાં પસંદગીનાં પાયલોટ ઈન્દ્રસિંહ

ગુજરાતના આ મહારાજાએ ગુજરાતની પહેલી 1 કરોડની ઇલેક્ટ્રીક કાર mercedes benz ખરીદી,એકવાર ચાર્જમાં 450 KM ચાલે છે ,જુઓ તેની ખાસીયત

જીવનપર્યંત મહારાવ પ્રાગમલજી ત્રીજા સાથે પડછાયો બનીને રહ્યા મહારાણી પ્રીતિદેવીજી

ભારતમાં ચોથી અને ગુજરાતમાં પહેલી 1 કરોડની ઇલેક્ટ્રોનિક કાર કચ્છી નવા વર્ષના આગમન સાથે કચ્છ મહારાજા પ્રાગમલજી ત્રીજાના પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે, ખૂબજ સરળ સ્વભાવે મહારાવ પ્રાગમલજી ત્રીજા અલગ કચ્છનાં હિમાયતિ હતા.

કચ્છ મહારાવ અને મહારાણી પ્રીતિદેવીજીની પ્રચલિત તસ્વીર

આજે ભલે મહારાવ આપણી વચ્ચે નથી પણ એમનો કચ્છ પ્રત્યે અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ કચ્છી માડુ ક્યારેય નહીં ભૂલી શકે, જીવનપર્યંત મહારાવ પ્રાગમલજી ત્રીજા સાથે પડછાયો બનીને રહેનાર ત્રિપુરાનાં કુંવરી પ્રીતિદેવીજી આજે કચ્છનાં મહારાણી તરીકે વિદ્યમાન છે.

1 કરોડની ઇલેક્ટ્રોનિક કારની વાત કરીએ એ પહેલાં આપને જણાવી દઈએ કે મહારાણી આજે પણ કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજાનાં સ્વપ્નદ્રષ્ટા રહ્યા છે, દીકરીઓના શિક્ષણ માટે પ્રો.વખતસિંહજી જાડેજા સાહેબને પહેલું અને મહત્વનું પગથિયું મહારાવ અને મહારાણીએ આપેલું… આજે એ જ સ્કૂલ વટવૃક્ષ બનીને કોલેજ સુધી પહોંચી છે, પણ કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજા અને મહારાણી પ્રીતિદેવીજીનું યોગદાન ક્યારેય ભૂલી શકાય એમ નથી.

મતાનામઢ ખાતે ભવન માટે 51 લાખનું દાન આપીને કચ્છ મહારાવને અંજલિ આપતાં મહારાણી પ્રીતિદેવીજી સાહેબા

હાલ જ મતાનામઢ ખાતે ભવન માટે 51 લાખનું માતબર દાન મહારાણી પ્રીતિદેવીજી આપીને બતાવી દીધું કે મહારાવ સૂક્ષ્મ રૂપે આજે પણ મહારાણી સાથે રહીને કચ્છ માટે સતત ચિંતા કરી રહ્યા છે.

મહારાવ અવારનવાર કહેતાં કચ્છી માડુ નું નવું વર્ષ તો અષાઢીબીજ કહેવાય, આપ સૌ કચ્છી લોકો મને અષાઢીબીજ નાં રામ રામ – જય માતાજી કહેવા આવશો તો ” મૂકે બોરો ખાસો લગધો “

અફસોસ આ અષાઢીબીજ નાં રણજીત વીલા પેલેસ ખાતે બાવા સાહેબની ગેરહાજરી હતી. પણ પરંપરા મુજબ મહારાણી સાહેબએ સૌને નવાં વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને આ વર્ષે સારો વરસાદ થાય એવી માઁ ને પ્રાર્થના કરી હતી.

આજે આપને જેના કારણે મળવાનું થયું એ કાર વિશે અને મહારાવનાં પર્યાવરણ પ્રેમની વાત કરીએ તો..

કચ્છ મહારાવે મંગાવેલી 1 કરોડની ઇલેક્ટ્રોનિક કાર

પર્યાવરણનું રક્ષણ કાજે પેટ્રોલ-ડીઝલ સંચાલિત કારને બદલે મહારાવ પ્રાગમલજી ત્રીજાએ 1 કરોડની ઇલેક્ટ્રિક કાર મંગાવી હતી , કે એમની ગેરહાજરીમાં અષાઢીબીજનાં રણજીત વિલા પેલેસ આવી હતી . મહારાજા પ્રાગમલજી ત્રીજા કચ્છનાં પર્યાવરણવિદ હતા અને પર્યાવરણની જાળવણી અને બચાવ માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. હાલના આધુનિક યુગમાં પ્રદૂષણ ફેલાય છે. જેથી પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. જ્યારે મહારાજા પ્રાગમલજી ત્રીજા જીવિત હતા, ત્યારે તેઓ વાહન પ્રદૂષણ અંગે એટલા ચિંતિત હતા કે તેમણે જર્મન સ્થિત મર્સિડીઝ બેંઝ કંપનીમાંથી ઇલેક્ટ્રોનિક કાર મંગાવી. જે કાર ભુજના રણજિત વિલાસ પેલેસ ખાતે કચ્છી નવા વર્ષના દિવસ અષાઢીબીજનાં  આવી પહોંચી હતી.

મહારાજા પ્રગમલ ત્રીજાએ મર્સિડીઝ બેન્ઝની પહેલી ઇલેક્ટ્રોનિક કાર ગુજરાત અને કચ્છમાં ખરીદી લાવ્યા છે. આ ઇલેક્ટ્રોનિક કારની કિંમત 1 કરોડથી વધુ છે. સીએઆરએ જર્મની સ્થિત મર્સિડીઝ બેન્ઝ સાથે ઓર્ડર આપીને કારની આયાત કરી. જે આજે તેમના રણજિત વિલા પેલેસ ભુજ કચ્છ ખાતે આવી છે.

# આ સ્ટોરી વાંચીને દેવપર ઠાકોર સાહેબ કૃતાર્થસિંહજીએ કમેન્ટ માં લખ્યું કે : I think it is the first car in the country (મારા મતે આ કાર ભારતમાં પ્રથમ છે.)

તો મિત્રો આપ મને આપનાં પ્રતિભાવ જરૂરથી મોકલશો , હું એને સમાવિષ્ટ કરવાની કોશિશ જરૂર કરીશ…

@ Story By : જામ જયમલસિંહ એ.બી. જાડેજા.

maa news live : Youtube / fb / instagram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *