‘અતુલ્ય ભારત’ની થીમ સાથે રણોત્સવમાં સમગ્ર ભારતીય હસ્તકળાની થશે પહેચાન

Contact News Publisher

વિશ્વના નકશા પર પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ શ્વેત રણ ફરીથી મહેમાનોને આવકારવા રણોત્સવનું રૂપ લઈ સજ્જ થઈ રહ્યું છે. ઑક્ટોબર અંત અથવા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ પ્રવાસન ઉત્સવ શરૂ થાય તેવી તંત્ર અને સ્થાનિકો તરફથી તૈયારી થઈ રહી છે. તો ટેન્ટ સિટીનું નિર્માણ કરવા એજન્સી દ્વારા કવાયત શરૂ કરાઇ છે.

બે દાયકા અગાઉ શરદોત્સવ નામે ત્રિદિવસીય ઉજવણી શરૂ કરી કચ્છના સફેદ રણને તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સમક્ષ મૂક્યું. આજે ચાર મહિના સુધી લાંબો ચાલતો અને લાખો પ્રવાસીઓને મુલાકાત લેવા મજબૂર કરતો રણોત્સવ ખાસ આકર્ષણ બન્યું છે. ગત વર્ષે કોરોનાને કારણે રણોત્સવ નહોતો થયો. આ વર્ષે હવે બીજી લહેર પૂર્ણ અને ત્રીજીની સંભાવના નહિવત બતાવાઈ રહી છે તેમજ વેક્સિનેશન પૂરજોશમાં થઈ રહ્યું છે, ત્યારે ફરીથી રંગે ચંગે ઉજવણી થશે. જો વરસાદ નહીં પડે તો નવેમ્બર મધ્યમાં શ્વેત રણ જોવા મળશે.

મળતી માહિતી મુજબ પ્રથમ વખત દેશભરના હસ્ત કળાના કારીગરોને પ્રવાસન વિભાગ આમંત્રણ આપશે. આદાન પ્રદાન કરી એકબીજાની કારીગરી વિશે જનક્રી મેળવશે. તો પ્રવાસીઓને આકર્ષવા બીએસએફ ચોકીથી વોચ ટાવર સુધી લાઈટિંગ પણ કરવામાં આવશે દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતા આ ઉત્સવ માટે ભિરંડીયારાથી ધોરડો સુધી કુલ 37 જેટલા નાના મોટા રીસોર્ટ્સ તૈયારી આવતા અઠવાડિયાથી શરૂ કરશે. વરસાદ બંધ થયા બાદ જ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

3 thoughts on “‘અતુલ્ય ભારત’ની થીમ સાથે રણોત્સવમાં સમગ્ર ભારતીય હસ્તકળાની થશે પહેચાન

  1. I think tht what you published maqde a lot oof sense. But, what about this?
    what if you adcded a little content? I ain’t suggessting your content isn’t good.,
    buut what if you added somethng tto possibly grqb folk’s attention? I mean ‘અતુલ્ય ભારત’ની થીમ સાથે રણોત્સવમાં સમગ્ર ભારતીય હસ્તકળાની થશે પહેચાન – Maa Ashaputa iss
    a little plain. You might loo att Yahoo’s homme pwge andd
    note how they write post headlines tto get viewers interested.
    You miht add a video or a pic oor twwo too grab people exccited aboout everything’ve got to say.
    In myy opinion, itt could make youjr website a little livelier.

  2. Thanks forr finnally writing about > ‘અતુલ્ય
    ભારત’ની થીમ સાથે રણોત્સવમાં
    સમગ્ર ભારતીય હસ્તકળાની થશે પહેચાન – Maa Ashapura < Loved it!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *