આઝાદીકા અમૃત મહોત્સવ-આત્મનિર્ભર ગ્રામયાત્રા અંતર્ગત માંડવી તાલુકા કક્ષાની આત્મનિર્ભર ગ્રામયાત્રા બિદડા ગામેથી પ્રારંભ કરાઇ

Contact News Publisher

માંડવી – maa news , 18 Nov. 2021

 માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને અધ્યક્ષસ્થાને માંડવી તાલુકાઓની આત્મનિર્ભર ગ્રામયાત્રા રથને લીલીઝંડી આપી ૧૭ ગામોમાં પ્રચાર પ્રસાર માટે પ્રસ્થાન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીના હસ્તે રેનવોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર અને ચાફકટરનું લોકાર્પણ કરવામાં આપ્યું. તેમજ આઇ.સી.ડી.એસ.ની ૧૦ કીટનું લાભાર્થીઓ વિતરણમાં વિતરણમાં કરવામાં આવ્યું હતું.

        કોવીડ-૧૯ની ગાઇડલાઇન મુજબ આ કાર્યક્રમમાં રૂ. ૩.૧૬૬૬૩ની રકમના ચેક અને સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. આજના દિને માંડવીના ૧૭ ગામોમાં ગ્રામયાત્રા રથે પ્રચાર પ્રસાર કર્યો હતો.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માંડવીના બિદડા ખાતે યોજાયેલ આત્મનિર્ભર ગ્રામયાત્રામાં ગ્રામ વિકાસ વિભાગ સાથે ૧૧ જુદા જુદા વિભાગોને સાંકળીને વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ/ભૂમિપૂજન તેમજ આ વિભાગોના વિવિધ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોના વિતરણ કાર્યક્રમના આયોજન આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજવામાં આવ્યો છે જેમાં માંડવી તાલુકાની ગઢશિશા જિલ્લા પંચાયત સીટ ઉપર કાર્યક્રમના અધ્યક્ષ માંડવી-મન્દ્રાના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું હતો

જેમાં માંડવી તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિલેશભાઈ મહેશ્વરી,જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રી કેશવજી રોસિયા, લીલાબેન રાઠવા, ઝવેરબેન ચાવડા, પ્રેમબાઇબેન વેકરિયા, બડુભા જાડેજા, સરપંચશ્રી ભાઈલાલ છાભૈયા, એ.પી.એમ.સી ડિરેક્ટર નારણભાઇ ચૌહાણ, અગ્રણીશ્રી સુરેશભાઇ સંઘાર, મહેન્દ્રભાઇ રામાણી,ચંદુભાઇ વાડિયા,રાજુભાઈ ગોસ્વામી, ટી.ડી.ઓ. વી.બી.ગોહિલ, મામલતદારશ્રી ચૌધરી, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત,તથા સરપંચો, ઉપસરપંચો,ગ્રામ પંચાયતના હોદેદારો તથા સભ્યો, સહિત લાભાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા

maa news live : Youtube / Dailyhunt /

Fb / instagram / Twitter / Telegram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *