તથ્ય પટેલની જામીન અરજી સામે પોલીસે કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યુ

Contact News Publisher

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાતા 9 લોકોએ જીવન ગુમાવ્યા હતા. ઘટનામાં અકસ્માત સર્જનારા આરોપી કાર ચાલક તથ્ય પટેલની જામીન અરજીના વિરુદ્ધમાં પોલીસ દ્વારા એફિડેવિટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વિસ્તૃત મુદ્દાસર જામીન ના આપવા જોઈએ એવી રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે કોર્ટ સમક્ષ એફિડેવિટ રજૂ કરી છે અને જામીન નહીં આપવા જણાવ્યુ છે.

તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલ જેલમાં બંધ છે. બંનેએ અલગ અલગ જામીન અરજી કોર્ટમાં કરી છે અને જામીન માટે માંગ કરી છે. બીજી તરફ પોલીસે પણ હવે તથ્ય પટેલના જામીન મંજૂર નહીં કરવા માટે થઈને તેના વિરુદ્ધમાં એફિડેવિટ કરી છે. મૃતકના કેટલાક પરિજનો પણ કોર્ટમાં આ મુદ્દે ઉપસ્થિત રહ્યા હતા. ગંભીર ગુનાને લઈ આવા કેસમાં તથ્યને જામીન હાલના તબક્કે નહીં આપવા માટે રજૂઆત કરી છે.