ભુજમાં સંસ્થાની ઓફિસમાંથી લેપટોપની ચોરી કરનાર ઝડપાયો

Contact News Publisher

ભુજ : ભુજના સરપટનાકા બહાર સેતુ માહિતી કેન્દ્ર (એનજીઓ)ની ઓફિસમાંથી રૂપિયા ૨૨ હજારની કિંમતના બે લેપટોપની ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે દારૂના નશામાં ફરતા શખ્સની પુછપરછ કરતાં તેણે લેપટોપની ચોરી કરી હોવાની પોલીસને કબુલાત આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સરપટ નાકા બહાર સેતુ અભિયાન એનજીઓની ઓફિસના નળિયા ખસેડીને રૂપિયા ૨૨ હજારની કિંમતના બે લેપટો અને ચાર્જરની ચોરી થયાનો બનાવ ગુરૂવારે સવારે પોલીસ મથકે નોંધાયો હતો. બીજીતરફ સરપટ નાકા બહાર આ સંસ્થાની ઓફિસ પાછળ રહેતા સફાઇ કામ કરતા રાકેશ ગોવિંદભાઇ પરમાર નામના શખ્સને એ ડિવિઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ગુરૂવારે બપોરે પકડી પાડયો હતો. દારૂડીયાની પુછપરછ કરતાં તેણે ચૌહાણ ટી હાઉસની બાજુમાં આવેલી સેતુ અભિયાન એનજીઓની ઓફિસમાંથી બે લેપટોપની ચોરી કરી હોવાનું અને આ ચોરેલા લેપટોપ ક્યાં રાખ્યા છે. તે પોલીસને જણાવતાં પોલીસે આરોપીને સાથે રાખીને બે લેપટોપ અને ચાર્જર સહિતનો ચોરીનો મુદમાલ રીકવર કરીને આરોપી વિરૂધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ ઝાહીદ એમ. મલેક, કરણસિંહ પી.ઝાલા, મહિપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.