ચંદ્રયાન-3ને વિદાય આપનારો અવાજ હંમેશા માટે શાંત થયો! ISROના વૈજ્ઞાનિકનું હાર્ટએટેકથી નિધન

Contact News Publisher

ઈસરો અને દેશ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના ચંદ્ર મિશન માટે કાઉન્ટડાઉનની ગણતરી કરનાર અવાજ હવે શાંત થઇ ગયો છે. ચંદ્રયાન-3ના કાઉન્ટડાઉન વખતે આપણે બધાએ વૈજ્ઞાનિક વલરામથીનો અવાજ સંભાળ્યો હતો જેમનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.

ઈસરોના વૈજ્ઞાનિકોએ વ્યક્ત કર્યો શોક

કેટલીક મોટી હસ્તીઓ, રાજકારણીઓ, અભિનેતાઓ અને સ્પોર્ટ્સ પર્સનાલિટીના અવાજો જીવનભર આપણા મગજમાં છપાય જતો હોય છે. આવો જ એક અવાજ કે જે આજે મૌન થઇ ગયો છે. ચંદ્રયાન-3 મિશન લોન્ચ વખતે પોતાના અનોખા અવાજમાં ઘોષણા કરનાર વલરામથીનું ગઈકાલે સાંજે નિધન થયું છે. તેમના નિધનથી ઈસરોના વૈજ્ઞાનિકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.